બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / natural ways to stop or prevent excessive sweating

હેલ્થ ટિપ્સ / ઠંડા ઠંડા કુલ કુલ: ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જાઓ છો? કરો આ 4 કામ પરેશાની જડથી થઈ જશે દૂર

Bijal Vyas

Last Updated: 09:51 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં પરસેવો આવવો ખૂબ જ સામાન્ય છે, પરંતુ જે લોકો ખૂબ પરસેવો થાય છે, તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો પરસેવાથી રાહત મેળવવાની ટિપ્સ...

  • ભોજનમાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો  
  • ગરમીમાં સુતરાઉના એટલે કે કોર્ટનના જ કપડા પહેરો 
  • આ સિઝનમાં આહારમાં તાજા ફળોના રસનો સમાવેશ કરો

Tips To Stop Excessive Sweating: ઉનાળાની ઋતુમાં પરસેવો થવો ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આખો સમય પરસેવામાં તરબોળ રહે છે. પરસેવાના કારણે શરીરમાંથી દુર્ગંધ આવતી રહે છે. હંમેશાં શરીર ચીકણુ અનુભવાય છે. આ ઉપરાંત ડિહાઈડ્રેશનની સમસ્યા પણ રહે છે. આવી સ્થિતિમાં, આવો કેટલીક એવી ટિપ્સ વિશે જાણીએ, જેને અપનાવીને તમે પરસેવાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

મસાલેદાર ખોરાક ખાવાથી બચો 
જો તમને ખૂબ પરસેવો થાય છે, તો ઉનાળાની ઋતુમાં ગરમ ​​અને મસાલેદાર ખોરાક ખાવાનું બંધ કરો. કારણ કે જ્યારે તમે મસાલેદાર ખોરાક ખાઓ છો, ત્યારે આપણું શરીર આ ગરમીને દૂર કરે છે અને શરીરને ઠંડુ કરવા માટે પરસેવો થવા લાગે છે. વધુ પડતા મસાલેદાર ખોરાક ખાવાથી શરીરમાં પરસેવાની પ્રક્રિયા ઝડપી બને છે, તેથી તમારા ભોજનમાં બને ત્યાં સુધી મસાલેદાર ખોરાકને ટાળો.

ચા અને કોફીની વિશેષતા - Abtak Media

કેફીન એવોઇડ કરો
ગરમીની સિઝનમાં જો તમે વધુ પડતી ચા કે કોફી પીતા હોય તો તમારે તેનાથી બચવું જોઈએ. કારણ કે કેફીનથી બનેલી ખાદ્ય ચીજોના સેવનથી શરીરમાંથી વધુ પડતો પરસેવો નીકળી જાય છે. આવી સ્થિતિમાં તમારે કોફી અથવા ચાનું સેવન સંતુલિત માત્રામાં કરવુ જોઈએ અથવા તો બિલકુલ ન પીવું જોઈએ.

સુતરાઉ કપડા પહેરવા
ઉનાળાના દિવસમાં એવા કપડા ના પહેરવા જેમાંથી હવા પાસ પણ ના થાય. હંમેશા સુતરાઉ એટલે કે કોર્ટન કપડાં જ પહેરો જેમાં પરસેવો સૂકવવામાં સરળતા રહે. તે શરીરમાંથી પરસેવો સરળતાથી શોષી લે છે અને તેને ઝડપથી સૂકવવામાં પણ મદદ કરે છે.

યોગ કરો
ઉનાળામાં જો તમે તમારા ડેલી રુટીનમાં યોગને સામેલ કરો છો, તો આ તમને પરસેવાની સમસ્યાથી પણ રાહત આપશે. યોગ શરીરના જ્ઞાનતંતુઓને શાંત રાખે છે અને વધુ પડતો પરસેવો ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં કામ કરે છે.

જમીને કેટલા કલાક પછી યોગ કરી શકાય? જો આ 7 ભૂલો કરશો તો ફાયદાની જગ્યાએ થશે  નુકસાન, જાણી લો | tips avoid these common mistakes while doing yoga

લિક્વિડ ઇન્ટેક
ગરમીમાં શક્ય તેટલું પ્રવાહી લો. તમારા આહારમાં તાજા ફળોના રસનો સમાવેશ કરો. સવારે કોફી કે ચા પીવાને બદલે ઠંડુ જ્યુસ પીવો. આનાથી તમારા શરીરનું તાપમાન નિયંત્રણમાં રહેશે અને વધુ પડતો પરસેવો શરીરમાંથી બહાર નહીં નીકળે. શરીરની સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. ઉનાળામાં દરરોજ સ્નાન કરો. તમે નહાવાના પાણીમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરીને પરસેવાને નિયંત્રિત કરી શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ