બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / national solution to the pain of indias partition lies in undoing it says mohan bhagwat

નિવેદન / સંઘ સુપ્રીમો મોહન ભાગવતનું સ્ફોટક નિવેદન, કહ્યું- 1947નું નહીં 2021નું આ ભારત છે, ફરી નહીં થાય...

Dharmishtha

Last Updated: 10:18 AM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં ફરીથી ભાગલાની વાતો કરના પર નિશાન સાધ્યુ છે.

  • સંઘ પ્રમુખે ‘વિભાજનકાલીન ભારતના સાક્ષી’નું નોઈડામાં લોકાર્પણ કર્યુ
  • સંઘ પ્રમુખે કહ્યું કે આ 1947 નથી. 2021નું ભારત છે
  •  માતૃભૂમિનું વિભાજન ક્યારેય ન ભૂલાનારુ વિભાજન છે

સંઘ પ્રમુખે કહ્યું કે આ 1947 નથી. 2021નું ભારત છે

મોહન ભાગવતે કહ્યું કે ભાગલા સમયે દેશે બહું ઠોકર ખાધી હતી તેને ભૂલી ન શકાય. એટલા માટે ફરી દેશમાં વિભાજન નહીં થાય. કૃષ્ણાનંદ સાગર દ્વારા લખવામાં આવેલી પુસ્તક ‘વિભાજનકાલીન ભારતના સાક્ષી’નોઈડામાં લોકાર્પણ કરતા સંઘ પ્રમુખે કહ્યું કે આ 1947 નથી. 2021નું ભારત છે. એક વાર દેશના ભાગલા પડી ચૂક્યા છે હવે ફરી દેશના ભાગલા નહીં પડે. તેમણે કહ્યું કે ભારતને ખંડિત કરવાની વાત કરનારા પોતે ખંડિત થઈ જશે.

 માતૃભૂમિનું વિભાજન ક્યારેય ન ભૂલાનારુ વિભાજન છે

આ સાથે ભાગવતે અખંડ ભારતની વકીલાત કરતા કહ્યું કે માતૃભૂમિનું વિભાજન ક્યારેય ન ભૂલાનારુ વિભાજન છે. તેમણે કહ્યુ કે આ ભાગલાથી કોઈ પણ ખુશ નથી. આ એક એવી વેદના છે જે ત્યારે ખતમ થશે જ્યારે ભાગલા ખતમ થશે અને આ ભાગલા નિષ્ફળ જશે. તેમનું કહેવું છે કે જે ખંડિત થયું તેને ફરી અખંડ બનાવવું પડશે.

યોજનાબદ્ધ રીતે ભારતના ભાગલાનું કાવતરુ ઘડવામાં આવ્યું

ભાગવતે કહ્યું કે યોજનાબદ્ધ રીતે ભારતના ભાગલાનું કાવતરુ ઘડવામાં આવ્યું. જે આજે પણ જારી છે. શાંતિ માટે ભાગલા થયા પરંતુ એ બાદ પણ દેશમાં હિંસા થતી રહી.  તેમણે કહ્યું કે હિન્દુસ્તાની ઓળખ હિંન્દુ છે તો તેને સ્વીકારવામાં ખોટું શું છે.  ઘર વાપસી પર બોલતા ભાગવતે કહ્યું કે જો કોઈ પોતાના પૂર્વજોના ઘરે પાછા ફરવા માંગે છે તો અમે તેમનું સ્વાગત કરીશું. પરંતુ કોઈ ન આવવા માંગે તો કોઈ વાંધો નથી. આ સાથે તેમણે કહ્યું કે ભારત સમગ્ર સમાજની માતા છે અને તમામ માટે માતૃભૂમિનું સન્માન કરવું જરુરી છે.

ભાગવતે હિંદુ સમાજને સમર્થવાન બનાવવા માટે આહ્વાન 

વિશ્વ કલ્યાણ માટે હિંદુ સમાજને સમર્થવાન બનાવવા માટે આહ્વાન કરતા સંઘ પ્રમુખે કહ્યું કે આપણે ઈતિહાસને વાંચવો જોઈએ અને તેના સત્યને સ્વીકારવું જોઈએ. જો રાષ્ટ્રને સશક્ત બનાવવુ છે તો યોગદાન આપવું પડશે. તે માટે હિંદુ સમાજને સમર્થવાન બનાવવું પડશે. ભારતની વિચારધારા સૌને સાથે લઈને ચાલવાની છે. આ પોતાના સાચા અને બીજાને ખોટા ગણાવવાની વિચારધારા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ