બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / National Highway to Badrinath closed due to landslide, more than 10 thousand pilgrims stranded

બદ્રીનાથમાં લેન્ડસ્લાઇડ / ભૂસ્ખલન થતા બદ્રીનાથ તરફનો નેશનલ હાઇવે બંધ, 10 હજારથી વધુ યાત્રિકો ફસાયા, જુઓ VIDEO

Priyakant

Last Updated: 08:25 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Badrinath News: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યાત્રાધામ બદ્રીનાથમાં ભૂસ્ખલન, ભૂસ્ખલન બાદ 10 હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા

  • ચમોલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યાત્રાધામ બદ્રીનાથમાં ભૂસ્ખલન
  • ભૂસ્ખલન બાદ 10 હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા
  • બદ્રીનાથ નજીકનો ને.હાઈવે બંધ કરાયો
  • બદ્રીનાથ તથા હેમકુંડ જઈ રહેલા યાત્રાળુઓને અટવાયા
  • ભૂસ્ખલનને લઈ ગુરુવારે મોડી રાત સુધી રસ્તો સાફ ન થયો

ઉત્તરાખંડમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર છિનકા ખાતે એક પહાડી પરથી ભૂસ્ખલન થતાં બદ્રીનાથ હાઈવેનો લગભગ 100 મીટરનો ભાગ તૂટી પડ્યો હતો. પહાડી પરથી દૂર કરવામાં આવેલો કાટમાળ અલકનંદા નદી સુધી પહોંચ્યો હતો. 10 હજારથી વધુ યાત્રાળુઓ હાઇવેની બંને તરફ અટવાયા હતા. દિવસભર વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે હાઈવેની બંને તરફ દસ કિલોમીટર સુધી મુસાફરોના વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

જિલ્લામાં બુધવારની રાત્રિથી ગુરુવાર સવાર સુધી ભારે વરસાદ થયો હતો. અચાનક સવારે 9.50 વાગ્યે છિનકાના ટેકરી પરથી વિસ્ફોટના અવાજ સાથે પથ્થરો અને કાટમાળ હાઇવે પર આવી ગયા હતા. પહાડી પરથી છૂટાછવાયા પથ્થર પડવાના કારણે પોલીસ પ્રશાસન દ્વારા અહીં વાહનોની અવરજવર પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી. હાઈવે નાકાબંધીને કારણે પોલીસ પ્રશાસન દ્વારા બદ્રીનાથ ધામ, જોશીમઠ, પીપલકોટી, કર્ણપ્રયાગ, ચમોલી, નંદપ્રયાગ, ગૌચર ખાતે તીર્થયાત્રીઓના વાહનોને રોકી દેવામાં આવ્યા હતા.

NHIDCLની ટીમ કવાયતમાં લાગી 
હાઈવે બ્લોક હોવાની માહિતી મળતા NHIDCL (નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ)ના જેસીબી મશીનો સવારે 10 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જિલ્લા આપત્તિ પ્રબંધન અધિકારીએ શું કહ્યું ? 
જિલ્લા આપત્તિ પ્રબંધન અધિકારી નંદ કિશોર જોશીએ જણાવ્યું હતું કે, હાઈવે પર પડેલા કાટમાળને કારણે હાઈવેનો લગભગ 100 મીટરનો ભાગ પણ તૂટી ગયો છે. હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરીમાં ત્રણ જેસીબી મશીન મુકવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું હતું કે, રાત્રે આઠ વાગ્યા સુધીમાં હાઇવેને વાહનોની અવરજવર માટે સરળ બનાવી દેવામાં આવશે.

આ તરફ ગઇકાલે સાંજે 5 વાગ્યે પોલીસ પ્રશાસને બદ્રીનાથ અને હેમકુંડ સાહિબથી પીપલકોટીમાં ફસાયેલા નાના મુસાફરી વાહનોને ગ્રામીણ માર્ગ સાંઈજી લગગા બમરુ માર્ગથી બહાર કાઢ્યા. આ માર્ગ દ્વારા વાહનોની અવરજવર પર યાત્રાળુઓ 35 કિલોમીટરનું વધારાનું અંતર માપીને ગોપેશ્વર, ચમોલી પહોંચ્યા. જે બાદ મોડી રાત સુધી મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પરત ફર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ