બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / National film award for the first time telugu cinema

મનોરંજન / અલ્લુ અર્જુન દેશનો સૌથી બેસ્ટ એક્ટર : નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં સર્જાયો રેકૉર્ડ, પહેલીવાર તેલુગુ સિનેમાએ જીત્યા આટલા ઍવોર્ડ

Arohi

Last Updated: 02:33 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

National Film Award: 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થયા બાદથી જ બોલિવુડ અને સાઉથ સ્ટાર્સની ખુશી સાતમાં આસમાન પર છે. આ વખતે મહત્વની વાત એ છે કે સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે ઘણી કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે.

  • નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં સર્જાયો રેકૉર્ડ
  • અલ્લુ અર્જુન દેશનો સૌથી બેસ્ટ એક્ટર
  • પહેલીવાર તેલુગુ સિનેમાએ જીત્યા આટલા ઍવોર્ડ

આમ તો ટોલિવુડ એટલે કે તેલુગૂ સિનેમાએ આ વખતે સૌથી વધારે 11 નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા છે. પરંતુ આ વખતે બેસ્ટ એક્ટરના નેશન એવોર્ડ જીતનાર અલ્લૂ અર્જૂને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જીહાં, અલ્લૂ અર્જુ બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ જીતનાર પહેલો તેલુગૂ એક્ટર બની ગયો છે. આ પહેલા કોઈ પુરૂષ તેલુગૂ સ્ટારને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ નથી મળ્યો. 

જ્યારે  બોલિવુડ એટલે કે હિંદી સિનેમાના એક્ટર્સે આ એવોર્ડ સૌથી વધારે વખત 25 વખત, મોલિવુડ એટલે કે મલિયાલમ સિનોમાના સ્ટાર્સે 9 વખત, બાંગ્લા સિનેમા સ્ટાર્સે 5 વખત, મરાઠી અને કન્નડ સિનેમા સ્ટાર્સે પાંચ પાંચ વખત અંગ્રેજી સિનેમાના કલાકારોએ અત્યાર સુધી બે વખત બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ જીત્યો છે. 

તેલુગૂ સિનેમાના કોઈ કલાકારે પહેલી વખત 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના હેઠળ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. આ હેઠળ આ એવોર્ડ અલ્લુ અર્જુન સહિત આખા તેલુગુ સિનેમા માટે ખૂબ જ ખાસ બની ગયો છે. 

બીજા કોને મળ્યા એવોર્ડ 
આમ તો ન ફક્ત અલ્લૂ અર્જુન પરંતુ ટોલિવુડના બીજા કલાકારોએ પણ આ વખતે સૌથી વધારે નેશનલ ફિલ્મ એવોર્ડ પોતાના નામે કર્યા છે. થાડા દિવસો પહેલા બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ઓસ્કર એવોર્ડ જીતનાર ફિલ્મ આરઆરઆરે લગભગ અલગ અલગ કેટેગરીમાં અડધો ડઝન નેશનલ ફિલ્મ એવોર્ડ પોતાના નામે કર્યા છે. 

નેશનલ ફિલ્મ એવોર્ડની લિસ્ટમાં તેલુગુ સિનેમાના એક જોરદાર પ્રદર્શન વિશે ફિલ્મી દુનિયાના જાણકાર કહે છે કે એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલીના બાદથી તેલુગૂ સિનેમાએ દુનિયાભરમાં પોતાની જગ્યા બનાવવાની સાથે પુષ્પા અને આરઆરઆર જેવી ફિલ્મોએ તેલુગૂ સિનેમાને નવી ઓળખ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ