બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / narendra modi state cm meet lockdown rumours unlock two

કોરોના / લૉકડાઉનની અફવાઓને બાજુમાં મૂકો અને આ કામ પર લાગી જાઓ, PM મોદીએ રાજ્યોને કરી તાકીદ

Kavan

Last Updated: 10:16 PM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 3.5 લાખને પાર પહોંચી ચૂક્યો છે. આ તમામ બાબતો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનની અફવાઓ સાથે લડવાનું અને અનલૉક 2.0ની યોજના બનાવવાનું આવશ્યક છે.

  • દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3.5 લાખને પાર
  • PM મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને અનલૉક-2 પર ધ્યાન આપવા કહ્યું

બીજા દિવસે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનલૉક-1ને લઇને ચર્ચા કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતાનો પુરતો ઉપયોગ કરવો જોઇએ. સાથે જ તેમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, લૉકડાઉનની અફવાઓ પર ધ્યાન આપો 

તો કેટલીક અફવાઓ એવી પણ છે કે દેશમાં વધી રહેલા કોરોના કેસને કારણે લૉકડાઉન ફરીથી લાગુ થઈ શકે છે. જોકે પીએમ મોદીએ કહ્યું હતું કે હવે લૉકડાઉનની અફવાઓ સામે લડવાની અને અનલૉક 2.0 માટેની યોજના બનાવવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે મોટા રાજ્યો અને શહેરોમાં વાયરસનો ફેલાવો વધુ છે.

ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં ચીનની દગાખોરીના કારણે જે ખૂની સંઘર્ષ ખેલાયો તેના કારણે આખો દેશ આઘાતમાં છે. આ લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 કરતાં વધારે સૈનિકો શહીદ થયા છે. સમગ્ર દેશમાં ચીન સામે બદલો લેવાની માગ ઊઠી રહી છે. ત્યારે શહીદ સુનિલ કુમારનો પાર્થિવ દેહ વતનમાં પહોંચતા ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા. 

PM મોદીએ કહ્યું જવાનોની શહાદત એળે નહીં જાય 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વધતા કોરોનના કેસને લઇને આજે દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાત કરી હતી. તેમની વાતચીતની શરૂઆતમાં તેમણે ગઇકાલની ઘટનાને ફરી એકાવાર યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઇને ઉકસાવતા નથી પરંતુ એકવાત સ્પષ્ટ છે કે, અમે અમારા દેશની અખંડિતતાને જાળવવા માટે સક્ષમ છીએ. 

આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને આડકતરી રીતે ઇશારો કરતા પણ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે, ભારત શાંતિ ઇચ્છે છે. 

જવાનોની શહાદત દેશ નહીં ભૂલે : રાજનાથ સિંહ

ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું છે. રાજનાથસિંહે લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે.

રાજનાથસિંહે ટ્વિટ કરી લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.

વિપક્ષનો મોદી સરકારને સવાલ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે? બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે.

સોમવારે રાતે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ

LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી. 

ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં

પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ