બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Muslim organizations and Dargah Committee in Rajasthan objected to the film Ajmer 92

વિરોધ / અજમેર-92 પર વિવાદનું વંટોળ: શું છે 31 વર્ષ પહેલા હજારો છોકરીઓ સાથે થયેલી હેવાનિયતનું સત્ય? રહી જશો દંગ

Kishor

Last Updated: 09:58 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવતો હોવાની રાવ સાથે રાજસ્થાનમાં મુસ્લિમ સંગઠનો અને દરગાહ કમિટીએ 'અજમેર-92' ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે.

  • 'અજમેર-92' વિવાદના વંટોળમા સપડાઇ
  • મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવતો હોવાની રાવ
  • મુસ્લિમ સંગઠનો અને દરગાહ કમિટી દ્વારા વિરોધ

'ધ કેરળ સ્ટોરી' બાદ હવે ફિલ્મ 'અજમેર-92' વિવાદના વંટોળમા સપડાઇ છે. આ ફિલ્મ દ્વારા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવતો હોવાની રાવ સાથે રાજસ્થાનમાં મુસ્લિમ સંગઠનો અને દરગાહ કમિટીએ તેનો વિરોધ કર્યો છે. આ ફિલ્મની સ્ટોરી 1992ના અજમેર રેપ કેસ પર આધારિત છે.મુસ્લિમ સંગઠનો અને અજમેર દરગાહ કમિટી બોલિવૂડ ફિલ્મ અજમેર 92ના વિરોધમાં ઉતર્યા છે. અજમેર દરગાહ સાથે જોડાયેલા ખાદિમ સમુદાયના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઓલ ઈન્ડિયા સુન્ની જમાત-ઉલ-ઉલેમાએ ફિલ્મ અજમેર-92 સામે વાંધો ઉઠાવ્યો છે.

વિદ્યાર્થિનીઓએ નિવેદનમાં જે ખુલાસો કર્યો કે...
અજમેરની એક પ્રખ્યાત કોલેજમાં અભ્યાસ કરતી સારા ઘરની છોકરીઓની વાંધાજનક તસવીરો એકાએક ફરવા લાગી હતી. આ છોકરીઓ પર બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું. નાના એવા શહેરમા સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા  દરેક વ્યક્તિની જીભ પર વિદ્યાર્થીનીઓ સાથેની ક્રૂરતાની જ કહાની હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં સ્થાનિક અખબારમાં પીડિત વિદ્યાર્થીનીઓના ફોટા બ્લર કરીને ફ્રન્ટ પેજ પર છાપવામાં આવી હતી. તો કેટલાક આખબારોએ પીડિતાના નિવેદનો પણ પ્રસિદ્ધ કર્યા હતા.આ બાદમાં આ હોબાળો દેશભરમાં ગાજયો હતો. જોકે  વિદ્યાર્થિનીઓએ નિવેદનમાં જે ખુલાસો કર્યો તે જાણીને બધાં દંગ રહી ગયા.

100થી વધુ વિદ્યાર્થીનીઓ આ હવસખોરોના ચૂંગલમાં ફસાઈ હતી.

આ કૃત્ય 100થી વધુ છોકરીઓ પર ગુજારવામાં આવ્યું હતું. બળાત્કાર વેળાએ વિદ્યાર્થિનીઓના અશ્લીલ ફોટા પાડી ફરતી કરવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં ફોટો કાધી નાંખવાનો વાયદો કરી પીડિતાની અન્ય ફ્રેન્ડને બોલાવવા માટે કહેવામાં આવ્યું હતું. જેને બોલાવી તેને પણ ધમકી આપવામાં આવી હતી. આમ 100થી વધુ વિદ્યાર્થીનીઓ આ હવસખોરોના ચૂંગલમાં ફસાઈ હતી.

દરગાહ કમિટીએ ચેતવણી આપી
બાદમાં પોલીસે તપાસ આદરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પીડિત છોકરીઓની તસવીરો કેમેરાની દુકાનમાં ધોઈ લેતા હતા. આ દરમિયાન દુકાનદાર પાસે પણ આ ફોટા આવી જતા તેને પણ પીડિતાઓને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિથી કંટાળી જઈ યુવતીઓ તંગ આવી ગઈ હતી. અમુક પીડિતાએ આત્મહત્યા પણ કરી લીધી હતી. આ કેસમાં મુખ્ય આરોપી ફારૂક ચિશ્તી, નફીસ ચિશ્તી, અનવર ચિશ્તી હતા. જે ત્રણેય યુથ કોંગ્રેસમાં પણ મહત્વના હોદ્દા ઉપરાંત અજમેરના પ્રખ્યાત ચિશ્તી પરિવાર સાથે નાતો ધરાવતા હતા.બાદમાં 18 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આઠ ડાકુઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.ત્યારે આ ફિલ્મને લઈને લઈને દરગાહ કમિટીએ ચેતવણી આપી છે  કે કોઈપણ ફિલ્મને હિંદુ-મુસ્લિમના એંગલથી ન જોડવી જોઈએ. સાથે સાથે ચેલેન્જ કરતા એવું પણ કહ્યું કે જો અજમેર શરીફ દરગાહ અને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ