બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / murder or death on the second day of taking the term insurance plan will the nominee get the money

તમારા કામનું / ટર્મ પ્લાન લેવાના બીજા જ દિવસે મર્ડર કે આકસ્મિક મોત થાય તો શું? નૉમિનીને મળશે રૂપિયા, કઈ સ્થિતિમાં કંપની હાથ કરશે ઊંચા

Manisha Jogi

Last Updated: 05:14 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો વીમા પોલિસીની જેમ ટર્મ પ્લાન અથવા ટર્મ ઈન્શ્યોરન્સ લે છે. આ પ્લાન કોઈ દુર્ઘટનાની પરિસ્થિતિમાં પરિવારને નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે.

  • ટર્મ ઈન્શ્યોરન્સ દુર્ઘટનાની પરિસ્થિતિમાં પરિવારને નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે
  • અનેક લોકો ટર્મ પ્લાન અથવા ટર્મ ઈન્શ્યોરન્સ લે છે
  • પોલિસીધારકનું મર્ડર થાય તો શું નોમિની પૈસા મેળવી શકે?

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેનો પરિવાર આર્થિક રૂપે મજબૂત રહે. જે માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે. અનેક લોકો વીમા પોલિસીની જેમ ટર્મ પ્લાન અથવા ટર્મ ઈન્શ્યોરન્સ લે છે. આ પ્લાન કોઈ દુર્ઘટનાની પરિસ્થિતિમાં પરિવારને નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે. થોડા વર્ષ પહેલા આ પોલિસીની જરૂરિયાત લોકોને સમજમાં આવતી નહોતી. હવે મોટોભાગના લોકો માટે વીમા પોલિસી એક જરૂરિયાત બની ગઈ છે. 

ટર્મ ઈન્શ્યોરન્સ લેતા લોકોના મગજમાં અનેક સવાલ ચાલતા રહે છે. અનેક કેસમાં એવું બને છે કે, ટર્મ પ્લાન લેવાના બીજા જ દિવસે પોલિસીધારકનું મર્ડર અથવા મૃત્યુ થાય છે, તો આ પરિસ્થિતિમાં શું નોમિની પૈસા મેળવી શકે?

દુર્ઘટનાની પરિસ્થિતિમાં આર્થિક મદદ
ટર્મ ઈન્શ્યોરન્સ દુર્ઘટનાની પરિસ્થિતિમાં તમારા પરિવારને આર્થિક પરેશાની દૂર કરવા માટે મદદ કરે છે. અનેક પરિસ્થિતિઓમાં નોમિનીને ટર્મ પ્લાનના પૈસા મળતા નથ. અલગ અલગ વીમા કંપનીઓમાં ડેથ ક્લોઝ અલગ અલગ હોય છે. ટર્મ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમાં વેઈટિંગ પીરિયડ હોતો નથી. 

ટર્મ ઈન્શ્યોરન્સ પર વેઈટિંગ પીરિયડ નહીં
પોલિસીધારકના મૃત્યુ પછી જ નોમિનીને વીમાની રકમ મળે છે. સામાન્ય રીતે વીમાની રકમ ખૂબ જ મોટી હોયછે. ટર્મ ઈન્શ્યોરન્સમાં પ્રાકૃતિક, બિમારીઓ અથવા એક્સિડન્ટથી થતા મૃત્યુને કવર કરવામાં આવે છે. આ ઈન્શ્યોરન્સ પર વેઈટિંગ પીરિયડ હોતો નથી. વીમા ખરીદવાના બીજા જ દિવસે કવર મળવાનું શરૂ થાય છે. આપઘાતના મામલે વેઈટિંગ પીરિયડ હોઈ શકે છે. 

હત્યા થઈ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં ક્લેઈમ ના થઈ શકે
જો વીમાધારકનું મર્ડર થાય અને એક દિવસ પહેલા જ ટર્મ ઈન્શ્યોરન્સ લીધો હોય તો નોમિની ઈન્શ્યોરન્સની સંપૂર્ણ રકમ મેળવી શકે છે. વીમાધારકની હત્યામાં નોમિનીની ભૂમિકા સામે આવે અથવા તેના પર હત્યાનો આરોપ મુકવામાં આવે તો નોમિનીને ક્લેઈમની રકમ મેળવી શકતી નથી. જ્યાં સુધી નોમિની નિર્દોષ સાબિત ના થાય તો ત્યા સુધી ક્લેઈમની રકમ હોલ્ડ પર રાખવામાં આવે છે. વીમો લેનાર વ્યક્તિ અપરાધિક કૃત્યોમાં શામેલ હોય અને તે દરમિયાન મૃત્યુ થાય તો વીમા કંપની ઈન્શ્યોરન્સની રકમ આપતી નથી. 

આ પરિસ્થિતિમાં ક્લેઈમ રદ્દ થઈ શકે છે
વીમો લેનાર વ્યક્તિએ પોલિસી ખરીદવા દરમિયાન ગંભીર બિમારી વિશે જાણકારી આપી ના હોય અને તે બિમારીમાં પોલિસીધારકનું મૃત્યુ થાય તો કંપની આ ક્લેઈમ રદ્દ કરી દેશે. આ કારણોસર ટર્મ પ્લાન લેતા સમયે કોઈપણ માહિતી છુપાવવી ના જોઈએ. ટર્મ ઈન્શ્યોરન્સ હેઠળ HIV/AIDS થી થતા મૃત્યુ કવર કરવામાં આવતા નથી. 

Disclaimer: VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ