બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indian in IPL 2023 rohit sharma may take rest

IPL 2023 / શરૂઆતની મેચોમાં રોહિત નહીં, આ ખેલાડીને સોંપાઈ શકે છે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ, જાણો કેમ લાગી રહી છે અટકળો

Bijal Vyas

Last Updated: 03:00 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Mumbai Indian: IPL 2023ની શરુઆતની મેચોમાં મુંબઇ ઇન્ડિયન એક નવા કેપ્ટનની સાથે મેદાન પર ઉતરવાની છે...વાંચો IPL 2023ની તમામ મોટી અપડેટ માટે VTVગુજરાતી...

  • મુંબઈ ઈન્ડિયન્સનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા લીગની શરૂઆતની મેચોમાંથી બહાર બેસી શકે છે
  • મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પ્રથમ મેચ 2 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમશે
  • ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા પર કામનું ભારણ ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો 

IPL 2023 Mumbai Indian:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2023ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ એક વિસ્ફોટક ખેલાડીની કેપ્ટનશિપ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આ ફેરફાર IPL 2023ની શરૂઆતની કેટલીક મેચોમાં જ જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા લીગની શરૂઆતની મેચોમાંથી બહાર બેસી શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સનો બદલાયો કેપ્ટન 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો ટીમ કેપ્ટન રોહિત શર્મા આ સિઝન દરમિયાન મેચમાં બહાર બેસી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના ટીમ મેનેજમેન્ટે આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા પર કામનું ભારણ ઘટાડવા માટે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે IPL ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયાએ એક અઠવાડિયા પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે.

rohit sharma on k l rahul and shubhman gills selection for 3rd test I કેએલ  રાહુલ કે શુભમન ગિલ? કોને મળશે ત્રીજી ટેસ્ટ મેચમાં ચાન્સ, રોહિત શર્માએ જાણો  શું કહ્યું

આ ખેલાડીને મળી શકે મોટી જવાબદારી
રોહિત શર્માની જગ્યાએ સૂર્યકુમાર યાદવ IPL 2023ની શરૂઆતની મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પ્રથમ મેચ 2 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમાવાની છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળતો જોવા મળી શકે છે. જોકે, સૂર્યકુમાર યાદવે આઈપીએલમાં એક વખત પણ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી નથી. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી સિઝન ઘણી નિરાશાજનક રહી હતી. ટીમ સતત 8 મેચ હારી ગઈ હતી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10માં સ્થાને હતી.

સૂર્યાની બ્રાન્ડ વેલ્યુમાં 200% નો વધારોઃ 70 લાખ રૂપિયા પ્રતિ દિવસની ફી, 10  ડીલ કરશે સાઈન | suryakumar yadav brand value increased by 200 percent know  per day charge

રોહિતની કેપ્ટનશિપમાં 5 વખત ખિતાબ જીત્યો 
રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સની સાથે આઇપીએલના સૌથી સફળ કેપ્ટન છે. રોહિતની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2022માં આઇપીએલ ટ્રોફી પોતાને નામે કરી હતી. 

IPL 2023 માટે આ છે મુંબઇ ઇન્ડિયન્સની  ટીમઃ
રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રુવિસ, તિલક વર્મા, જોફ્રા આર્ચર, ટિમ ડેવિડ, મોહમ્મદ અરશદ ખાન, રમનદીપ સિંહ, હૃતિક શોકીન, અર્જુન તેંડુલકર, ટ્રીસ્ટન સ્ટબ્સ, કુમાર કાર્તિકેય, જેસન બેહરેનડોર્ફ, આકાશ મધવાલ, કેમરુન ગ્રીન, જ્યે રિચર્ડસન, પીયૂષ ચાવલા, ડુઆન જોન્સન, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, નેહલ વઢેરા, રાઘવ ગોયલ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ