બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni receives chocolate tray from air hostess sakshi dhoni video viral

વાયરલ વીડિયો / સાક્ષીની સામે જ એર હોસ્ટેસે ધોનીને આપી ચોકલેટ, પછી બોલી માય લવ, જુઓ વીડિયો

Bijal Vyas

Last Updated: 10:54 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએસ ધોની પત્ની સાક્ષી સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેની એક એર હોસ્ટેસ ફેને તેને ચોકલેટથી ભરેલી ટ્રે આપી, સાથે એક મેસેજ પણ લખ્યો હતો.

  • એમએસ ધોની સાક્ષી સાથે કરી રહ્યો હતો મુસાફરી 
  • ધોની ગેમ રમવામાં વ્યસ્ત હતો ત્યારે...
  • એર હોસ્ટેસ નિકિતાએ ધોની કહ્યુ, માય લવ...

MS Dhoni Video: ચેન્નઇ સુપર કિંગ્સે આઇપીએલ 2023નો ખિતાબ મેળવ્યા બાદ કેપ્ટન એમએસ ધોની પરિવારની સાથે સમય વિતાવી રહ્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે તેના પ્રવાસ દરમિયાનનો છે. તાજેતરમાં જ ધોની પત્ની સાક્ષી સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. તે ફ્લાઈટમાં કેન્ડી ક્રશ ગેમ રમવામાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેની સાથે જે થયું તે જોઈને બધાને હસવુ આવી ગયું. બધું જોઈને ધોની પોતે પણ હસવા લાગ્યો.

જો ધોનીને આ સમયે મળી હોત તો તેની સામે ક્યારેય જોયું પણ ન હોત : પત્ની સાક્ષી  | if i had seen mahi with long hair i would not have even looked

હકીકતમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધોની કેન્ડી ક્રશ રમી રહ્યો હતો ત્યારે એક એર હોસ્ટેસ ચોકલેટ ભરેલી ટ્રે લઈને ધોની પાસે આવે છે. ધોનીએ સ્માઈલ આપીને અલગ અલગ ચોકલેટમાંથી એક ચોકલેટ પસંદ કરી અને બાકીની પરત કરી દીધી. એર હોસ્ટેસના કહેવા છતા તેણે વધારાની ચોકલેટ લીધી નહીં.

ખુશીનું ના રહ્યુ ઠેકાણુ 
ધોની સાથેની મુલાકાત બાદ એર હોસ્ટેસની ખુશીના કોઈ ઠેકાણા જ નહીં હતા. તેણે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો. આ એર હોસ્ટેસ ફલાઈટમાં આખો દિવસ હસતી રહી હતી. તેણે પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે.

ધોની ને કહ્યુ માય લવ 
નિકિતા એ જણાવ્યું કે, તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે પોતાના ઓલ ટાઈમ ક્રશ ધોનીને મળી. નિકિતા એ સોશિયલ મીડિયા પર ધોનીને ટેગ કરીને લખ્યું કે માય લવ. ધોની અને એર હોસ્ટસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે વીડિયોમાં ધોનીની બાજુમાં તેની પત્ની સાક્ષી પણ બેઠેલી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ