બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / MP Navneet and her MLA husband Ravi Rana jailed, court sent to 14 days custody

હનુમાન ચાલીસા વિવાદ / BIG NEWS : સાંસદ નવનીત અને તેમના MLA પતિ રવિ રાણાને જેલ, કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં

Hiralal

Last Updated: 02:42 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બાન્દ્રા કોર્ટે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.

  • હનુમાન ચાલીસા વિવાદમાં રાણા દંપતિની મુશ્કેલી વધી
  • સાંસદ નવનીત રાણા અને તેમના પતિ 6 મે સુધી પોલીસ કસ્ટડીમાં 
  • બાન્દ્રા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં 
  • રાણા દંપતિએ સીએમના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠની કરી હતી જાહેરાત
  • શનિવારે રાણા દંપતિની ધરપકડ થઈ હતી 

મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની અને પાછળથી આ જાહેરાત પાછી ખેંચનાર અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ બાદ તેમને રવિવારે બાન્દ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. બાન્દ્રા કોર્ટે તેમને 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ રાણા દંપતિ હવે 6 મે સુધી જેલમાં રહેશે જોકે 29 એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થશે, 29 એપ્રિલે કોર્ટ તેમને જામીન આપે તો તેઓ મુક્ત થઈ જશે અન્યથા તેમણે 6 મે સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં રહેવું પડશે. 

કોર્ટે પોલીસ રિમાન્ડની અરજી ફગાવી 

પોલીસે નવનીત અને તેમના પતિની પોલીસ કસ્ટડીની માગ કરી હતી જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી અને બન્નેને 6 મે સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જામીનની સુનાવણી 29 એપ્રિલે હાથ ધરાશે.

રાણા દંપતિની સામે નોંધાયો રાજદ્રોહનો કેસ

રાણા દંપતિની સામે રાજદ્રોહનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. 

શનિવારે નવનીત અને તેમના પતિ રવિની થઈ હતી ધરપકડ

હનુમાન ચાલીસા વિવાદમાં પોલીસે શનિવારે ધર્મના આધારે બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ સાંસદ નવનીત અને રવિ રાણાની કલમ 153એ હેઠળ ધરપકડ કરી હતી. પોલીસ રાણા દંપતી સાથે સાંજે 5.30 વાગ્યાની આસપાસ ખાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે મોડી રાત્રે તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.  નવનીત રાણા સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે આઈપીસીની કલમ ૩૫૩ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. નવનીત રાણા પર સરકારી કામમાં દખલ કરવાનો આરોપ છે. આ પહેલા શનિવારે પોલીસે એક દિવસના હંગામા બાદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની ધરપકડ કરી હતી.

આ મુદ્દે ઘણી રાજનીતિ થઈ હતી 

રાણા દંપતી સામે એફઆઇઆર દાખલ થયા બાદ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે જણાવ્યું હતું કે બે ઘટનાઓ બની છે. ત્યારબાદ હનુમાન ચાલીસાના બહાને એકને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. એટલા માટે રાણા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગત રાત્રીની ઘટના પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કિસ્સામાં, સમજ બતાવવાની જરૂર છે.ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલે કહ્યું કે, ભાજપના નેતા કિરીટ સોમૈયા પર હુમલો થયો, કોણે કર્યું તેની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પોલીસે અલગ અલગ આદેશ આપવાની જરૂર નથી, તેઓ પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં આવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જેથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ