બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mp dhar cracked in hand while playing mobile

લાલબત્તી / મોબાઈલથી જાળવજો ! હવે જિઓનો ફોન ફાટ્યો, ગાયો ચરાવી રહેલો છોકરો છાતી-હાથે દાઝ્યો

Hiralal

Last Updated: 08:11 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ધારમાં ગાયો ચરાવી રહેલા 16 વર્ષના છોકરાના હાથમાં અચાનક મોબાઈલ ફાટતા તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.

  • એમપીના ધારમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના
  • ગાયો ચરાવી રહેલા 16 વર્ષના છોકરાના હાથમાં ફાટ્યો મોબાઈલ
  • કિશોરની છાતી અને હાથ દાઝ્યો 

દેશમાં હવે મોબાઈલ ફાટવાની ઘટનાઓ વધી રહી હોવાથી હવે લોકોએ સાવધાની અને કાળજીથી હેન્ડલ કરવાની જરુર છે. ચાલુ અઠવાડિયામાં મોબાઈલ બ્લાસ્ટની બે ઘટનાઓ બની છે. યુપીના અમરોહા બાદ હવે એમપીના ધારમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના બની છે. 

ગાયોને ચરાવવા મૂકીને રમવા લાગ્યો ગેમ, થયો બ્લાસ્ટ 
મધ્યપ્રદેશના ધારમાં એક કિશોરના હાથમાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. સગીર હાથમાં હાથ નાંખીને મોબાઈલ ચલાવતો હતો, તે દરમિયાન અચાનક જ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. તેમને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રકાશ નામનો છોકરો ઢોર ચરાવવા માટે જંગલમાં ગયો હતો અને ઢોર ચરવા મૂકીને પ્રકાશ મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો હતો અને આ દરમિયાન મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થઈ જતા કિશોર ડરી ઉઠ્યો હતો અને ભાગ્યો હતો. આ દરમિયાન તેની છાતી અને હાથમાં બળવાને કારણે ઈજા પહોંચી છે.

શું કહ્યું ઈજાગ્રસ્ત કિશોરે 

ઇજાગ્રસ્ત પ્રકાશે કહ્યું કે તે ગાયો ચરાવવા ગયો હતો. તે હાથમાં મોબાઈલ ચલાવતો હતો, ત્યારે મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ જિયોનો હતો. 
પ્રકાશની સાથે આવેલા પાડોશી પ્રદીપ યાદવે જણાવ્યું હતું કે, "તે મારી પાસે જ રહે છે. તે ઢોર ચરાવવા ગયો હતો. મને ફોન આવ્યો કે તેનો મોબાઈલ ફૂટી ગયો છે, જેના કારણે તેના હાથમાં ઈજા થઈ છે. જ્યારે મેં જઈને જોયું તો મોબાઈલ વેરવિખેર હતો. હાથમાંથી લોહી વહી રહ્યું હતું. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ એક્સ-રે કર્યો છે. હવે તેનું ઓપરેશન થશે. ડોક્ટર ડો.કમલેશ આહિરવારે જણાવ્યું હતું કે, તેમના એક હાથની આંગળીઓને નુકસાન થયું છે અને છાતીના ભાગે પણ ઇજા થઇ છે. અમે તેને પ્રાથમિક સારવાર આપી છે. એક્સ-રે બાદ તેનું ઓપરેશન કરવામાં આવશે. આવતીકાલે સવારે ઓપરેશન કરવામાં આવશે.

યુપીમાં રિયલમીનો ફોન પણ ફાટ્યો હતો 
કિશોરના હાથમા ફાટેલો મોબાઈલ જિયો કંપનીનો હોવાનું કહેવાય છે. આ પહેલા યુપીના અમરોહમા પણ રિયલમીનો ફોન ફાટ્યો હતો. 

મોબાઈલની બેટરીને વિસ્ફોટથી કેવી રીતે અટકાવવી
તમારા ઉપકરણને હંમેશાં ઠંડી જગ્યાએ રાખો અને તેને ક્યારેય પણ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં ન રાખો.
સંપૂર્ણ ડિસ્ચાર્જથી બચો, એટલે કે ફોનને સંપૂર્ણપણે ખાલી ન થવા દો 
રાતોરાત ફોનને ચાર્જમાં રાખવાની આદત બદલી નાખો. ...
ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાનું ટાળો.
રાત્રે ફોનને ઓશીકા નીચે મૂકીને સુઈ જવાથી બચો.
જરૂર ન હોય તો ફોન બંધ રાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ