બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Mosque panel on ASI report on Gyanvapi

યુપી / BIG BREAKING : જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુઓને પૂજાનો અધિકાર મળ્યો, વારાણસી કોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 03:41 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે મોટો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે હિંદુઓને જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાનો અધિકાર આપી દીધો છે.

  • જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટનો મોટો ચુકાદો 
  • વ્યાસ ભોંયરામાં હિંદુ પક્ષને આપ્યો પૂજાનો અધિકાર 
  • 31 વર્ષથી બંધ હતી પૂજા, છેલ્લે 1993માં થઈ હતી પૂજા 
  • મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવાઈ હોવાનો ASIનો પણ છે દાવો 

વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની તરફેણમાં મોટો નિર્ણય આપ્યો છે. જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિંદુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા પ્રશાસનને 7 દિવસની અંદર બેરિકેડિંગમાં વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદની નીચે છે. હવે અહીં નિયમિત પૂજા થશે. આ પૂજા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને 31 વર્ષ બાદ ન્યાય મળવાનો દાવો કર્યો છે. અહીં નવેમ્બર 1993 સુધી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

હિંદુ પક્ષનો દાવો 
આ મામલે હિન્દુ પક્ષનો દાવો છે કે નવેમ્બર 1993 પહેલા તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા વ્યાસ ભોંયરામાં પૂજા બંધ કરી દેવામાં આવી હતી. જેને ફરી શરૂ કરવાનો અધિકાર આપવો જોઇએ. સાથે જ આ જ મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વોરશિપ એક્ટનો હવાલો આપીને અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતા હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે.

1993 સુધી સોમનાથ વ્યાસનો પરિવાર કરતો હતો પૂજા
વારાણસી કોર્ટે જ્ઞાનવાપીના ભોંયરામાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાત દિવસની અંદર વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા ડીએમને યોગ્ય વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે કોર્ટના આદેશથી ડીએમએ વ્યાસજીના ભોંયરાની ચાવીનો કબજો લીધો હતો. હિન્દુ પક્ષના વકીલો આજના નિર્ણયને આ ભોંયરાની પૂજા 1993 પહેલા કરવામાં આવતી હતી. અયોધ્યામાં વિવાદિત માળખું ધરાશાયી થયા બાદ વહીવટીતંત્રે જ્ઞાનવાપીની ફરતે લોખંડની પટ્ટી બાંધી દીધી હતી. આનાથી ભોંયરાનો રસ્તો બંધ થઈ ગયો હતો. સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના કરતો હતો. વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર વ્યાસે પુન: પૂજા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે અરજી દાખલ કરીને કહ્યું કે 1993થી ભોંયરામાં પૂજા-અર્ચના બંધ થઇ ગઇ છે. હાલ આ ભોંયરું અંજુમન ઈન્તેજામિયા મસાજીદ સમિતી પાસે છે. ભોંયરું ડીએમની દેખરેખને સોંપવામાં આવ્યું હોવાથી, ત્યાં ફરીથી પૂજા શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. કોર્ટે 17 જાન્યુઆરીએ ડીએમને ભોંયરાનો કબજો લેવાનો આદેશ આપ્યો હતો. આ પછી, 24 જાન્યુઆરીએ, ડીએમ દ્વારા ભોંયરું લેવામાં આવ્યું હતું. 

એએસઆઈ સર્વે જાહેર 

ઉલ્લેખનીય છે કે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો ASI રિપોર્ટ જાહેર કરી દેવાયો છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે એવો દાવો કર્યો છે કે એએઆઈ રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં એક ભવ્ય હિંદુ મંદિર હતું. જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલ એક હિન્દુ મંદિરનો ભાગ છે. અંદરના થાંભલાઓ પણ હિન્દુ મંદિરના સ્તંભો હતા જે પાછળથી પ્લાસ્ટર કરીને બદલી નાખવામાં આવ્યાં હતા. 839 પાનાના આ રિપોર્ટમાં વજુખાના સિવાય દરેક ખૂણાની એક જ વિગત છે. દિવાલોથી શિખર સુધી જ્ઞાનવાપીની વિગતો એએસઆઈ દ્વારા તેમાં લખવામાં આવી છે. જ્ઞાનવાપીની અંદર એએસઆઈને શું મળ્યું અને તે શું જોયું તે વિગતવાર સમજાવવામાં આવ્યું છે. અહીંથી જે વસ્તુઓ મળી આવી હતી તે પહેલાથી જ પ્રશાસનની કસ્ટડીમાં આપી દેવામાં આવી છે.

જ્ઞાનવાપીમાંથી શું શું નીકળ્યાંનો કરાયો દાવો 
વિષ્ણુ જૈને દાવો કર્યો હતો કે એએસઆઈના અહેવાલ મુજબ, હાલનું માળખું બાંધવામાં આવ્યું તે પહેલાં અહીં એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. આ મંદિરમાં એક મોટો મધ્ય ખંડ અને ઉત્તર તરફ એક નાનો ખંડ હતો. 17મી સદીમાં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળથી તેનો પોતાનો ભાગ મસ્જિદમાં સમાઈ ગયો છે. હાલની રચનામાં ઉપયોગમાં લેવાતા થાંભલાઓ અને પ્લાસ્ટરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિષ્ણુ જૈને જણાવ્યું કે, એએસઆઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મસ્જિદનું નિર્માણ 1669માં મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. હાલનું માળખું મંદિરના અવશેષો પર જ બનાવવામાં આવ્યું છે. ગુંબજ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂનો છે. ઘણી જગ્યાએ મંદિરના અવશેષો મળી આવ્યા છે. ઘણા સ્તંભો પર દેવી-દેવતાઓની છબીઓ મળી આવી છે. દેવનાગરી અને સંસ્કૃતમાં અનેક શ્લોકો લખાયા છે. નાગર શૈલીની પણ ચીજો મળી છે જે જાર વર્ષ જુની છે  જ્યારે મસ્જિદ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂની છે.

32 શિલાલેખો સહિત ભોંયરામાં હિંદુ-દેવતાઓની મૂર્તિઓ મળી 
જ્ઞાનવાપીની પશ્ચિમી 32 શિલાલેખો મળી આવ્યા છે જે એક જૂના હિન્દુ મંદિરના છે. દેવનાગરી લખાણ, તેલુગુ કન્નડના શિલાલેખો મળી આવ્યા છે. સર્વે દરમિયાન, એક પથ્થર મળી આવ્યો, એક શિલાલેખ મળી આવ્યો, જેનો તૂટેલો ભાગ પહેલેથી જ એએસઆઈ પાસે હતો. પહેલાના મંદિરના થાંભલાનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ભોંયરામાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે, જેને ભોંયરાની નીચે માટીથી લાદી દેવાઈ હતી. પશ્ચિમી દિવાલ એ હિન્દુ મંદિરનો એક ભાગ છે તે પુષ્કળ સ્પષ્ટ છે. 

ASIએ કેમ કર્યો હતો સર્વે 
ASIએ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી પરિસરનો 3 મહિના વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો. 17મી સદીની આ મસ્જિદનું નિર્માણ  હિન્દુ મંદિરના અગાઉથી અસ્તિત્વમાં રહેલા માળખા પર તો નથી કરવામાં આવ્યુંને તે વાત શોધી કાઢવા માટે આ સર્વે કરાયો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે આ પગલું "ન્યાયના હિતમાં જરૂરી" છે અને આ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ફાયદો થશે તે પછી આ સર્વેક્ષણ શરૂ થયું હતું.
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી સમિતિએ આ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓગસ્ટમાં એએસઆઈ સર્વે અંગે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો.

વિવાદ શું છે?
જ્ઞાનવાપી વિવાદને લઈને હિન્દુ પક્ષ કહે છે કે વિવાદિત માળખાની નીચે 100 ફૂટ ઊંચુ આદિ વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ 1664માં મંદિર તોડી નખાવ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તેની ભૂમિ પર કરાયુ છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે.

અરજદારોની શું હતી દલીલો 
અરજદારે માગણી કરી હતી જ્ઞાનવાપી પરિસરનું પુરાતાત્વિક સર્વેક્ષણ કરી એ જાણકારી મેળવવામાં આવે કે જમીનની અંદરના ભાગમાં મંદિરના અવશેષ છે કે નહીં. વિવાદિત માળખાની ફર્શ તોડીને પણ જાણવામાં આવે કે 100 ફૂટ ઊંચું જ્યોતિર્લિંગ સ્વયંભૂ વિશ્વેશ્વરનાથ પણ ત્યાં છે કે નહીં. મસ્જિદની દિવાલોની પણ તપાસ કરીને જાણકારી મેળવવામાં આવે કે તે મંદિરની છે કે નહીં. અરજદારનો દાવો છે કે કાશી વિશ્વનાથ મંદિરના અવશેષોની પર જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ થયું હતું. આ દલીલો બાદ કોર્ટે પુરાતત્વ ખાતાને જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ