બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / More than 100 percent water storage in 35 reservoirs water overflow from 207 water projects

ગુજરાત / ખુશીના સમાચાર : 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ, 207 જળ પરિયોજનામાં મબલખ પાણી

Kishor

Last Updated: 04:25 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ધીંગી મેઘમહેરને લઇને જળાશયોનો જળવૈભવ સોળે કળાએ ખીલ્યો છે. આથી રાજ્યના 35 મોટા જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

  •  ગુજરાતના જળાશયોમાં નવાનીરની આવક
  • રાજ્યની મુખ્ય 207 જળ પરિયોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ 
  • સરદાર સરોવર પરિયોજનામાં 63 ટકાથી વધુ જળસંગ્રહ 

સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં વરસાદના બીજા રાઉન્ડમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે જેને લઈને રાજ્યના મોટા ભાગના જળાશયોમાં વિપુલ જળરાશીની આવક થઇ છે આથી.જળાશયોનો જળવૈભવ સતત વધી રહ્યો છે.રાજ્યમાં મુ્ખ્ય 207 જળ પરિયોજનામાં 60 ટકાથી વધુ જળસંગ્રહ થતાં ખેડૂતોના હૈયા હરખાયા છે.

રાજ્યના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં મુ્ખ્ય 207 જળ પરિયોજનામાં 60 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ઉપરાંત સરદાર સરોવર પરિયોજનામાં 63 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ઉપરાંત રાજ્યના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલ હોવાનું જાહેર થયું છે.મેઘમહેરને લઇને ગુજરાત તળિયાઝાટક ડેમમાં નવાં નીરની પધરામણી થઇ છે. રાજ્યના ડેમમાં હાલમાં 58.54 ટકા પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે.  

૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૦ ટકા જેટલો જળસંગ્રહ 
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ગઈકાલ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેને લઈને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૧૧,૫૫૫ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૩.૩૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૨૪,૪૯૪ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૮.૧૩ ટકા જેટલો જળસંગ્રહથયો છે.

૩૫ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૧૮ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર
રાજ્યમાં ૩૫ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૩ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૧ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૫૬ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૫ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૮ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૦૮ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૪ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ