બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / more than 100 million books in these libraries of the world

OMG / દુનિયાની આ સૌથી મોટી લાઇબ્રેરીઓના પુસ્તકોની સંખ્યા જાણીને ચોંકી જશો

Kashyap

Last Updated: 10:11 PM, 10 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તાજેતરના સર્વે મુજબ જે બાળકો ઇન્ટરનેટ કે ઇલેકટ્રોનિક ગેજેટ્સની સહાયતાથી અભ્યાસ કરે છે તેઓ પુસ્તક વાંચનાર બાળકોની તુલનામાં થોડા પાછળ રહી જાય છે. દુનિયા ભલે ડિઝિટલાઇઝેશન તરફ આગળ વધી રહી હોય, હવે લોકોને ઓનલાઇન પુસ્તકો વાંચવાની સુવિધા મળી રહી હોય, પરંતુ પુસ્તક પ્રેમીઓને પુસ્તકો વાંચવાની સંતુષ્ટિ તો માત્ર લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવાથી જ મળે છે. અહીં દુનિયાની સૌથી મોટી લાયબ્રેરી અંગે જાણો, જ્યાં 10 કરોડથી પણ વધુ પુસ્તકો છે.

નેશનલ લાઇબ્રેરી ઓફ ચાઇના, બીજિંગ

બીજિંગમાં રહેલી આ લાઇબ્રેરીમાં લગભગ 26.3 કરોડ પુસ્તકોનું કલેક્શન છે. આ લાઇબ્રેરીમાં દુનિયાના સૌથી મહત્ત્વપુર્ણ અને સમૃધ્ધ ચીની લેખ અને પ્રાચીન દસ્તાવેજોનું સંકલન મળી જશે. આ લાઇબ્રેરીની સ્થાપના 1909માં થઇ હતી અને તેના ત્રણ વર્ષ પછી તેના દરવાજા લોકો માટે ખુલ્લા મુકાયા હતા. લાઇબ્રેરીમાં આવનાર પુસ્તક પ્રેમીઓને તે ભરપુર આનંદ આપી શકે છે.

લાઇબ્રેરી ઓફ ધ રશિયન એકેડમી ઓફ સાયન્સ, સેન્ટ પીટ્સબર્ગ

આ લાઇબ્રેરીની સ્થાપના રશિયન સંઘીય કમિશન દ્વારા દેશના પુસ્તકો અને અનુસંધાનોનો સંગ્રહ કરવાના ઉદ્દેશથી કરાઇ હતી. લાઇબ્રેરીમાં રશિયન લેખકો, વૈજ્ઞાનિકો અને અન્ય મહત્ત્વપુર્ણ લોકો દ્વારા લખાયેલા લેખ રહેલા છે. આ લાઇબ્રેરીમાં 20 કરોડ પુસ્તકોનું કલેક્શન છે. એક આગ લાગવાની ઘટનામાં પુસ્તકો બળી જવાના કારણે આ સંખ્યાને લઇને થોડી શંકા પણ છે. આ ઘટનામાં પુસ્તકોને નુકશાન પહોંચ્યુ હતુ, પરંતુ આ વાતના યોગ્ય પુરાવા હાજર નથી.

નેશનલ લાઇબ્રેરી ઓફ કેનેડા, ઓટાવા

19 કરોડ પુસ્તકોના કલેક્શન સાથે નેશનલ લાઇબ્રેરી ઓફ કેનેડા દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરીઓની રેસમાં મુકાબલો કરી રહી છે. તેની સ્થાપના 1953માં થઇ હતી. કેનેડાની વિરાસતના દસ્તાવેજો, તસવીરો અને લેખિત રુપમાં સંગ્રહ કરવાના હેતુથી આ લાઇબ્રેરીની સ્થાના કરાઇ હતી. આ લાઇબ્રેરીમાં ઉત્તરી અમેરિકાનુ સૌથી પ્રાચીન પુસ્તક પણ મળી જશે.

જર્મન નેશનલ લાઇબ્રેરી, ફ્રેંકફર્ટ

આ લાઇબ્રેરીમાં 18.5 કરોડ પુસ્તકોનું કલેક્શન છે. લાઇબ્રેરીની સ્થાપનાનો હેતુ જર્મન પબ્લિકેશન અને કામની માહિતિ સાચવવાનું હતુ, તેને ખુબ સારી રીતે નિભાવવામાં આવ્યુ છે. લાઇબ્રેરીમાં માત્ર જર્મન લોકોના કામની માહિતિ નથી, પરંતુ ઘણા બધા પ્રકાશન પણ રાખવામાં આવ્યા છે. આ લાઇબ્રેરીની સૌથી ખાસ વાત એ છે કે અહીં એક શાખા એવી પણ છે જેમાં જર્મન સંગીતની માહિતિ છે.

લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, અમેરિકા

અમેરિકા સ્થિત લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી છે. તેની શરુઆત વર્ષ 1800માં કરાઇ હતી. આ લાઇબ્રેરીમાં 470 વિવિઘ ભાષાઓમાં કુલ 16 કરોડ 40 લાખ પુસ્તકો રહેલા છે. આ પુસ્તકો 1349 કિલોમીટર લાંબા કબાટોમાં મુકાયા છે. અહીં કાયદો, ફિલ્મ, નકશા, સંગીત અને વોઇસ રેકોર્ડિંગનો દુનિયામાં સૌથી મોટો સંગ્રહ રહેલો છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Book Library OMG OMG NEWS પુસ્તકો લાઇબ્રેરી OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ