બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / more intake of calcium can create these health problems in body

સાવધાન / જરૂર કરતા વધારે કેલ્શિયમનું ઈનટેક પણ સ્વાસ્થ્યને કરી શકે છે ગંભીર નુકસાન, થઈ શકે છે આ મોટી મુશ્કેલીઓ

Arohi

Last Updated: 06:00 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેલ્શિયમની ઉણપ સાંધાના દુખાવા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ શું તમે જાણો છો કે તેના વધુ પડતા સેવનથી શરીરમાં ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. જાણો તેના ગેરફાયદા વિશે

  • કેલ્શિયમની ઉણપથી સાંધાના દુખાવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે 
  • વધારે પડતુ કેલ્શિયમ પણ સ્વાસ્થ્યને પહોંચાડી શકે નુકસાન 
  • જાણો તેના કારણે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે 

કિડનીનું સ્વાસ્થ્ય
જે લોકો હદથી વધુ કેલ્શિયમનું સેવન કરે છે. તેની કિડની પર ખરાબ અસર દેખાવા લાગે છે. નિષ્ણાંતો અનુસાર વધુ કેલ્શિયમના કારણે કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી અને તેની કાર્ય ક્ષમતા પર અસર થવા લાગે છે.

ઑસ્ટિયોપોરોસિસ
આ શરીરના હાડકાંમાં થતો એક દુખાવો છે. જે વધારે કેલ્શિયમને કારણે થઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઑસ્ટિયોપોરોસિસને કારણે હાડકાં બરડ થઈ જાય છે અને નબળા પડવા લાગે છે.

મગજનું સ્વાસ્થ્ય
એવું માનવામાં આવે છે કે કેલ્શિયમનું વધુ પડતું સેવન મગજની કાર્યક્ષમતાને પણ અસર કરે છે. કેલ્શિયમનું વધુ પડતું સેવન ડિમેન્શિયાના દર્દી બનાવી શકે છે. જો આ રોગથી પીડિત દર્દીને સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

હાર્ટ એટેક
જે લોકો હદ કરતા વધુ કેલ્શિયમનું સેવન કરે છે. તેમની આર્ટિઝની હેલ્થ પ્રભાવિત થવા લાગે છે. હકીકતે શરીરમાં કેલ્શિયમની વધુ માત્રાને કારણે, હૃદયની નસોનું કાર્યક્ષમતા પ્રભાવિત થવા લાગે છે અને હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ