બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Monsoon is somewhere around.! Light air pressure, if cyclone occurs, clouds will rise in these areas, Ambalal predicted

હવામાન / ચોમાસું ક્યાંક આસપાસ છે.! હવાનું હળવું દબાણ, ચક્રવાત સર્જાશે તો આ વિસ્તારોમાં મેઘો મંડાશે, અંબાલાલે કરી આગાહી

Vishal Khamar

Last Updated: 10:24 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં આ વખતે ગુજરાતમાં ચોમાસું ખેંચાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે 3 થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • દેશમાં કેરળ-કર્ણાટકમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદની આગાહી
  • ગુજરાતમાં ચોમાસુ ખેંચાય તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • 3 થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે રાજ્યમાં વરસાદની આગાહી
  • રાજ્યમાં 6 જૂનથી ત્રણ દિવસ માટે ગરમી પડશે-અંબાલાલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે દેશમાં કેરળ-કર્ણાટકમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદ વરસશે. જ્યારે ગુજરાતમાં 3થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. હજુ થોડા દિવસ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગરમી જ પડશે. અને 4 થી 10 જૂન સુધીમાં ચોમાસુ નિયમિત આગળ વધશે. અત્યારનો  વરસાદ અરબ સાગરના ભેજ અને પવનના કારણે થશે.જ્યારે અરબ સાગરમાં 3થી 7 જૂન સુધીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અને જો ચક્રવાત સર્જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 16 જૂન સુધીમાં વરસાદ વરસે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

4 થી 10 જૂન સુધીમાં ચોમાસુ નિયમિત આગળ વધશે-અંબાલાલ
દેશમાં કેરળ-કર્ણાટકમાં આગામી બે થી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું ખેંચાય તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં 3 થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 6 જૂનથી ત્રણ દિવસ માટે ગરમી પડશે.  મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં ગરમી પડશે. જ્યારે 4 થી 10 જૂન સુધીમાં ચોમાસું નિયમિત આગળ વધશે. હાલનો વરસાદ અરબ સાગરનાં ભેજ અને પવનનાં કારણે થશે. અરબ સાગરમાંથી 3 થી 7 જૂન સુધીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ચક્રવાત સર્જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગમાં વરસાદ થઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 16 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકેઃ હવામાન વિભાગ
ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. હવામાનનું માનીએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 

જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવનાઃ હવામાન વિભાગ
રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, અત્યારે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે. જોકે ટૂંક સમયમાં જ  ચોમાસું કેરળ પહોંચશે. આ સાથે કેરળ બાદ ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત પહોંચશે. 

શહેરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા પ્રિ-મોન્સુન પ્લાન ધોવાયો
ભાવનગરમાં સતત બે કલાકથી ગાજવીજ સાથે વરસાદ  વરસવાનું શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે છેલ્લા બે કલાકથી પડી રહેલ વરસાદથી શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો શહેરમાં મનપાની પ્રિમોન્સુનની કામગીરીની   પોલ ઉઘાડી પડી ગઈ હતી. છેલ્લા બે કલાકમાં શહેરમાં અંદાજે 3 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ