બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Monsoon in Gujarat, waterlogging everywhere, see what is the rainy weather in the state

મેઘમહેર / ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, અત્રતત્ર સર્વત્ર જળબંબાકાર, જુઓ રાજ્યમાં કેવો છે વરસાદી માહોલ

Kiran

Last Updated: 02:12 PM, 26 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘરાજાએ માજા મુકી અત્રતત્ર સર્વત્ર જળબંબાકાર, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નાના-મોટા જળધોધમાં પાણીના ઝરણા વહેતા થયા છે

  • ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ 
  • રાજ્યમાં અત્રતત્ર સર્વત્ર જામ્યો મેહુલો
  • સમગ્ર રાજ્યમાં આવો છે વારસાદી માહોલ

ગુજરાતમાં સવારથી મેઘરાજાએ માજા મુકી છે, સમગ્ર પંથકમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંક પ્રસરી ગઈ છે, હજુ પણ અનેક વિસ્તારામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 



 

 

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ 

જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં જ અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સવારથી જૂનાગઢમાં માળિયામાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે જામનગરના જોમજોધપુર તાલુકાના નરમાણામાં ત્રણ કલાકમાં જ 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે આ તરફ કાલાવડમાં ગઈ કાલે ધમાકેદાર વરસાદ પડ્યો હતો માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યા હતા.




 

રાજ્યમાં અત્રતત્ર સર્વત્ર જામ્યો મેહુલો

જ્યારે ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના પણ સારો એવો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં 7.5 ઇંચ, ક્વાંટ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે હજુ પણ આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

સમગ્ર રાજ્યમાં આવો છે વારસાદી માહોલ

રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ શરૂ કરતા ત્યારે સૌથી વધુ લોધિકા અને છોટાઉદેપુરમાં 7 ઈંચ તો કવાંટમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યોછે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્ચના 240 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા,ડાંગ, તાપી, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા, સુરત જિલ્લામાં નોંધાયો છે. 


રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘમહેર

સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, જાંબુઘોડા અને શહેરમાં 3 ઇંચ ખાબક્યો હતો. મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતા ખોડિયાર ધામમાં પાણી ભરાયું છે તો ઉપરવાસના પાણીની આવક થતા ધરો ઓવરફલો થયો છે. 



 

પ્રવાસન સ્થળો બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા

ડાંગમાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, વરસાદના કારણે નાના-મોટા જળધોધમાં પાણીના ઝરણા વહેતા થયા છે અને આહલાદક દ્રશ્યો સર્જાયા છે, સાથે ગીરા ધોધનું આહલાદક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે જિલ્લાના જોવાલાયક પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.


રાજ્યના તમામ નેશનલ હાઇવે ચાલું

અવિરત વરસાદના કારણે જામનગર સ્ટેટ હાઇવે 1 બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે પંચાયતના કુલ 54 માર્ગો સહિત 56 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેમજ વલસાડ-જામનગર તાલુકાના 4 રસ્તાઓ બંધ કરાયા છે જો કે રાજ્યમાં તમામ નેશનલ હાઈવે ચાલું જ રખાયા છે.

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.ધરમપુર, પારડી, વલસાડ, વાપીમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.જ્યારે કપરાડામાં અડધો ઇંચ વરસાદ થયો છે.વરસાદના કારણે જિલ્લાના જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવક થઇ છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 40,994 ક્યુસેક પાણીની આવક થઇ છે.જેના કારણે ડેમના 5 દરવાજા 1.50 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 27,647 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓનું ધોવાણ થયું છે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. જેથી વાહન ચાલકોને હાલકી ભોગવવી પડી રહી છે. 



 

તાપીમાં જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ

તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ભારે વરસાદથી નદીઓમાં પાણીની આવક થઈ છે તો અંબિકા, પૂર્ણા અને ઓલન નદી બે કાંઠે વહેતી થઈ છે, ભારે વરસાદને કારણે ડોળવણમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ ઓલન નદી ઉપરનો કોઝ-વે ડૂબ્યો જતા અનેક લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે, 



 

મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં વધારો

મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે હાલ કડાણા ડેમમાં 26,132 ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમની જળસપાટીમાં વધારો થતા 385.05 ફૂટે પહોંચી ગઈ છે ડેમમાંથી કડાણા ડાબાકાંઠા કેનાલમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ