બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Moneylenders Don't Spare Surat Police: 5% Article Takes 2,70,000 Interest For Mother's Treatment, What Happened Next Is Shocking

ડર ગાયબ? / વ્યાજખોરોએ સુરત પોલીસને પણ ન છોડી: માતાની સારવાર માટે 5% લેખે 2,70,000 વ્યાજે લીધા,પછી જે બન્યું તે ચોંકાવનારું

Vishal Khamar

Last Updated: 09:01 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના આદેશ બાદ સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલાઆંખ કરી છે. સુરત પોલીસે વ્યાજખોરો સામે એક જ દિવસમાં 40 વર્ષના કરતા વધુ ગુના નોંધ્યા હતા.

  • સુરત પોલીસ વ્યાજખોરો સામે લાલ કરી છે
  • કર્મચારી વ્યાજ ખોરોના ચૂંગલમાં છેલ્લા લાંબા સમયથી ફસાયો છે
  • વ્યક્તિ છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરિયાદ કરે છે

 રાજ્ય સરકારના આદેશ બાદ સુરત પોલીસ વ્યાજખોરો સામે લાલ કરી તેમના પર કાર્યવાહી કરતી હોય છે અને લોકોને ન્યાય અપાવતી હોય છે પણ સુરત પોલીસ વિભાગમાં જ કામ કરતો કર્મચારી વ્યાજ ખોરોના ચૂંગલમાં છેલ્લા લાંબા સમયથી ફસાયો છે વ્યાજખોરોએ તેના મકાન પર કબજો કરી લઈ તેને રસ્તે રઝળતો તો કરી દીધો છે જોકે આ વ્યક્તિ છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરિયાદ કરે છે પણ પોલીસ તેની ફરિયાદ સાંભળતી નથી લોકોને ન્યાય અપાવતી પોલીસ વિભાગમાં જ આ કર્મચારી ન્યાય માટે હવે વલખા મારી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં રેકોર્ડ સાથે ઇતિહાસ કર્યો હતો
ગુજરાત સરકારના આદેશ બાદ સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલાઆંખ કરી છે અને વ્યાજખોર સામે ફરિયાદ નોંધાની સાથે જ સુરત પોલીસ કાર્યવાહી કરતી હોય છે કેટલાક કિસ્સાઓમાં તો સુરત પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ ન મળતા પોતે ફરિયાદી બની કાર્યવાહી કરી એક જ દિવસમાં 40 વર્ષના કરતા વધુ ગુના દાખલ કરી ગુજરાતમાં રેકોર્ડ સાથે ઇતિહાસ કર્યો હતો.

પોલીસની કામગીરી પર હવે સવાલો ઊભા થવા પામ્યા
સુરત પોલીસની કામગીરી પર હવે સવાલો ઊભા થવા પામ્યા છે કારણકે વ્યાજખોરના ચૂંગલમાં સામાન્ય વ્યક્તિ તો ઠીક પણ પોલીસ વિભાગમાં એક કર્મચારી ફસાયો છે જો કે ન્યાય માટે આ કર્મચારી છેલ્લા આઠ વર્ષથી પોલીસ સ્ટેશનના ચકકરો કાપી રહ્યો છે પણ ન્યાય તો મળવાનું ઠીક વ્યાજખોર સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી 2014 થી લઈ 2022 સુધીમાં અત્યાર સુધીમાં આઠ કરતા વધુ વખત ફરિયાદ કરવા છતાં પણ આ વ્યક્તિને ન્યાય મળતો નથી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જાય છે. વ્યાજ કરો તેના મકાન પર કબજો કરી પરિવારને રસ્તે રજડતું કરી દીધું છે

વ્યાજના રૂપિયા બદલામાં મકાન કબજે કરી લીધું હતું
સુરત ગ્રામ્ય પોલીસમાં છેલ્લા પાંચ વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતો બલવંત 2013 માં માતાનો અકસ્માત થયો હતો જેને લઈને માતાની સારવાર માટે ઘર નજીક રહેતા રામ માછી નામના વ્યક્તિ પાસેથી પાંચ તકે બે લાખ 70 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જોકે પૈસા લીધા ના થોડા સમયમાં 70000 રૂપિયા ચૂકવી દીધા હતા અને વ્યાજ સાથે બે લાખ પાંચ હજાર આપવાના હતા આ સમય દરમિયાન વ્યાજખોરે આ કર્મચારી પાસેથી પૈસા આપ્યા છે તેવું કઈ અને એફિડેટ કરાવી લીધું હતું અને ત્યારબાદ એફિડેટ બાદ તેના મકાનના કાગળ ઉપર મકાન પોતાના નામ પર લખાવી દીધું હતું જો કે કર્મચારી બે લાખ 5 હજાર રૂપિયા આપવા પહોંચ્યો ત્યારે આ વ્યાજખોરે આપેલી રકમના વ્યાજનું વ્યાજ બતાવી વ્યાજના રૂપિયા બદલામાં મકાન કબજે કરી લીધો હોવાનું કહેતા જ આ વ્યક્તિ અને તેનો પરિવાર ચોકી ઉઠ્યું હતું 

મળતીયાઓ સાથે આપ કર્મચારીના ઘરમાં ઘૂસી ગયા
પોતે કંઈ સમજે અને કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ આ વ્યક્તિ તેના મળતીયાઓ સાથે આપ કર્મચારીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમને માર મારી ઘરની બહાર કાઢી મૂકી મકાન પર કબજો કરી લીધો હતો આ કર્મચારીએ તાત્કાલિક આ મામલે 2014માં પોલીસ ફરિયાદ કરવા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી જોકે આ દિવસથી આ કર્મચારીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના શરૂ થયા દર વર્ષે આ મામલે ફરિયાદ કરે છે પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી જેને લઇને આ વ્યક્તિ હાલ પોતાનું મકાન હોવા છતાં પણ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યો છે.

વ્યાજખોર અવાર નવાર મહિલાનો માર મારતા હતા
જોકે પોતાના એક અકસ્માત બાદ પુત્ર એ સારવાર માટે લીધેલા રૂપિયાને લઈને આવ્યા વ્યાજખોર અને તેનો પરિવાર અવારનવાર ઘરે પહોંચીને મહિલાઓને માર મારવા સાથે ગાળો દેવા દેતા હતા જેને લઇને આમ માતાએ પોતાના પુત્રનો જીવ બચાવવા માટે મકાન ખાલી તો કરી આપ્યું પણ પોતાના મોટા દીકરાની એક વર્ષની બેબીને લઈને રાજ રસ્તા પર રહેવાની જે દિવસ આવ્યા હતા તે યાદ કરીને આંખોમાં પાણી પણ આવી જતું હોય છે જોકે ન્યાય માટે આ મહિલા છેલ્લા આઠ વર્ષની રાહ જોઈ રહી છે અને પોતાના પતિએ મહેનતથી ઊભું કરેલા મકાનમાં ફરી પાછા ક્યારે જાય તેની રાહ જોઈ રહી છે પણ આ સમગ્ર કેસમાં પોલીસ માત્ર વાયદા જ આપી રહી છે.
 
પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા
આ સમગ્ર મામલો સુરત પોલીસ કમિશનર પાસે બે મહિના પહેલા લઈ જવામાં આવ્યો હતો પણ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને માત્ર આ કેસને સામાન્ય કેસની જેમ બંધ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે જોકે 2014માં વ્યાજખોર પાસે કોઈપણ જાતનું લાઇસન્સ ન હતું 2017માં વ્યાજખોરે લીધું છે તેવું બતાવી રાખે એટલે બંધ કરતી હોય છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ પોલીસ વિભાગના જ પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીને સુરત પોલીસ ન્યાય અપાવવી આરોપી અને જેલના સળિયા પાછળ ધકેલે છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ