બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Shami Was Approached By Unfair Means For A Trade Says Gujarat Titans Coo

IPL 2024 / આ સુપરસ્ટાર ખેલાડી પર એક ટીમની હતી ખરાબ નજર, લાલચ આપવા કર્યા પ્રયાસ! ગુજરાત ટાઈટન્સે કર્યો ખુલાસો

Parth

Last Updated: 02:31 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 પહેલા જ્યાં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને અલવિદા કહ્યું છે ત્યાં એક ટીમે મોહમ્મદ શમી સાથે સંપર્ક કર્યો હતો, જે બાદ ગુજરાત ટાઈટન્સે વિરોધ દર્શાવ્યો છે.

  • IPL પહેલા મોટો ખુલાસો 
  • એક ટીમે મોહમ્મદ શમીને ખરીદવા કર્યા પ્રયાસ 
  • ગુજરાત ટાઈટન્સે વિરોધ દર્શાવ્યો 

ભારતમાં ક્રિકેટ માટે જે ક્રેઝ છે તેનાથી દુનિયા વાકેફ છે. એવામાં વર્લ્ડકપ બાદ હવે IPL 2024 માટે લોકોમાં ઉત્સાહ છે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈંડિયંસમાં ફરીથી વાપસી કરી છે. જોકે હાર્દિક પંડ્યા સિવાય મહોમ્મદ શમીને પણ પોતાની ટીમમાં સામેલ કરવા માટે એક ટીમે ઓફર કરી હોવાનો ખુલાસો થયો છે. 

ગુજરાત ટાઈટન્સે કર્યો મોટો ખુલાસો 
ગુજરાત ટાઈટન્સના COO કર્નલ અરવિંદર સિંહે સનસનીખેજ ખુલાસો કરતાં કહ્યું છે કે એક ફ્રેન્ચાઇઝીની નજર મોહમ્મદ શમી પર હતી, અને ટીમમાં સામેલ કરવા માટે શમીને મોટી રકમની ઓફર પણ આપવામાં આવી હતી. 

COOએ કહ્યું કે, IPLમાં ટ્રેડિંગ માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. તમે પણ કોઈ ખેલાડીને ડાયરેક્ટ એપ્રોચ ના કરી શકો, તેનાથી મિસમેનેજમેન્ટ ઊભું થશે. તેમણે વધુમાં કહ્યું કે જો કાયદેસર રીતે જ ટીમે વાત કરી હોત તો અમે અમારી ઈચ્છા પ્રગટ કરી હોત, એ લોકોએ યોગ્ય માધ્યમનો ઉપયોગ કર્યો નહીં. 

અરવિંદર સિંહે કહ્યું કે નિયમો છે છતાં તે IPL ટીમના અધિકારીઓએ સીધું જ ખેલાડી અને કોચિંગ સ્ટાફનો સંપર્ક કર્યો, જે ખોટું છે. 

મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન 
નોંધનીય છે કે વર્લ્ડકપ થોડા દિવસ પહેલા જ સમાપ્ત થયું છે. વર્લ્ડકપમાં ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ પણ મોહમ્મદ શમીએ જ બનાવ્યો. IPL 2023માં પણ શમીએ જ સૌથી વધુ વિકેટ ઝડપી હતી અને પર્પલ કેપ હોલ્ડર બન્યો હતો. ગુજરાત ટાઈટન્સને ફાઇનલ સુધી પહોંચાડવામાં મોહમ્મદ શમીનો મોટો રોલ હતો. એવામાં IPLની અન્ય ટીમોની નજર મોહમ્મદ શમી પર છે. 

હાર્દિક પંડ્યા ફરીથી મુંબઈમાં 
નોંધનીય છે કે 26 નવેમ્બરે IPLમાં ભારે ઉથલપાથલ બાદ મુંબઈ ઈંડિયંસે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સથી ટ્રેડ કરી લીધો. ગુજરાત ટાઈટન્સના ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે 'ગુજરાત ટાઈટન્સના પ્રથમ કેપ્ટનના રૂપમાં હાર્દિક પંડયાએ  બે સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું, એક વખત ટ્રોફી જીતાડી અને બીજી વાર ફાઇનલમાં જગ્યા બનાવી. જોકે હવે તેમણે મુંબઈમાં પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે, અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ.'

19 ડિસેમ્બરે થશે ઓક્શન 
નોંધનીય છે કે વર્ષ 2010માં સ્ટાર પ્લેયર રવીન્દ્ર જાડેજા પર આખી એક સિઝન માટે IPLમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જાડેજાએ રાજસ્થાન રોયલ્સ સાથે કોન્ટ્રાક્ટ પર સહી નહોતી કરી અને નવા કોન્ટ્રાક્ટ માટે મુંબઈ સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો. નિયમભંગ બદલ જાડેજા પર કાર્યવાહી કરવામાં આવી હતી. 

IPL 2024 માટે 19 ડિસેમ્બરે દુબઈમાં પહેલું ઓક્શન યોજાશે જેમાં 1100થી વધુ ખેલાડીઓની કિસ્મત દાવ પર રહેશે. સૌ કોઈની નજર ટ્રેવીસ હેડ, પેટ કમિન્સ, સ્ટાર્ક, રચીન રવીન્દ્ર અને હેરી બ્રૂક પર રહેશે કે કઈ ટીમ આ સ્ટાર ખેલાડીઓને ખરીદે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ