બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / modi cabinet reshuffle maharashtra leader entry devendra fadnavis pratam jadhav praful patel

અટકળો તેજ / મોદી કેબિનેટમાં દેખાશે મહારાષ્ટ્ર ઇફેક્ટ! આ નેતાઓની રાતોરાત ખુલી શકે છે કિસ્મત

Malay

Last Updated: 10:10 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટ ફેરબદલની ચર્ચાને પાંખો આવી છે. દેશમાં આ મુદ્દાને લઈને ભારે ચર્ચા છે. પીએમ મોદી કેબિનેટમાંથી કેટલાક મંત્રીઓને હટાવે અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપે તેવી સંભાવના છે.

 

  • મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ 
  • ટૂંક સમયમાં મંત્રીઓની યાદી થઈ શકે છે જાહેર
  • સૌથી વધારે મહારાષ્ટ્રને લઈને કરવામાં આવી રહી છે ચર્ચા 

મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન બાદ રાજકીય ઉથલપાથલ ચાલુ છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ બળવાખોર અજિત પવાર સહિત 9 ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટિલે ધારાસભ્યોની હકાલપટ્ટી કરી હતી અને કહ્યું હતું કે જો તેઓ પાર્ટીના ચૂંટણી ચિન્હોનો ઉપયોગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે ફરી મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે મંત્રીઓની યાદી પણ જાહેર થઈ શકે છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા નવા નામોની એન્ટ્રી મંત્રીમંડળમાં થઈ શકે છે. અગાઉ વર્ષ 2021માં મોદી કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો, જ્યારે 43 મંત્રીઓએ શપથ લીધા હતા. 

હવે દિલ્હીમાં નક્કી કંઈક મોટું થશે! NCP-BJP ગઠબંધન બાદ વધી ગઈ આ નિર્ણયની  શક્યતાઓ, ઘણા સમયથી થઈ રહી છે ચર્ચા | modi cabinet reshuffle devendra  fadnavis new role after ...

અટકળોનો દોર થઈ ગયો શરૂ
નવા ફેરબદલમાં કોની એન્ટ્રી થશે અને કોને આઉટ કરાશે, તેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. સૌથી વધારે ચર્ચા મહારાષ્ટ્રને લઈને કરવામાં આવી રહી છે, જ્યાં તાજેતરમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. મોદી કેબિનેટમાં થનારા ફેરફારો પર પણ તેની અસર જોવા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. 

PM મોદી પછી દેશના પ્રધાનમંત્રી તરીકે જનતા કોને ઇચ્છે છે, સર્વેમાં થયો  ખુલાસો | PM Modi amit shah yogi adityanath survey

દેવેન્દ્ર ફડણવીસને બનાવી શકાય છે મંત્રી
મહારાષ્ટ્રમાં એક વર્ષ પહેલા જ્યારે એકનાથ શિંદની સાથે મળીને ભાજપે સરકાર બનાવી ત્યારે પાર્ટીની સૂચનાથી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારવા રાજી થઈ  ગયા હતા. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે તેમણે બલિદાન આપ્યું છે, પરંતુ હવે લાગે છે તેમને ઈનામ મળવાનો સમય આવી ગયો છે. ફડણવીસના દિલ્હી જવાની અટકળો ચાલી રહી છે. તેમને મોદી સરકારમાં મંત્રી બનાવી શકાય છે. 

ઠાકરેએ પીઠમાં છૂરો માર્યો, મેં જ શિંદેને CM તરીકે પ્રોજેક્ટ કર્યા: ફડણવીસનો  મોટો ખુલાસો | Devendra Fadnavis said Uddhav Thackeray stabbed him in the  back
દેવેન્દ્ર ફડણવીસ (નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર)

શિંદે જૂથમાં કોને મળશે તક?
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર બન્યાને એક વર્ષ થઈ ગયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં નવી સરકાર હન્યા બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે શિવસેનાને મોદી કેબિનેટમાં એન્ટ્રી મળી શકે છે. હવે માહિતી સામે આવી છે કે શિંદે જૂથના પ્રતાપ રાવ જાધવને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સાથે જ ભાવના ગવળીનું નામ પણ ચર્ચામાં છે. તેમને મોદી કેબિનેટમાં સ્થાન પણ મળી શકે છે.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ પાડ્યો વધુ એક મોટો ખેલ, ઉદ્ધવ ઠાકરેની ઉંઘ થઈ  હરામ | eknath shinde gives setback to aditya thackeray uddhav thackeray and  sharad pawar in maharastra
એકનાથ શિંદે (મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર)

અજિત પવાર જૂથમાંથી કોને મળશે તક?
મહારાષ્ટ્રમાં તાજેતરમાં રાજકીય ઉથલપાથલ થઈ છે. NCP નેતા અજિત પવાર કાકા શરદ પવાર સામે બળવો કરીને શિંદે સરકારમાં જોડાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારને ખાતરી આપવામાં આવી છે કે એનસીપીને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. અજિત પવારના જૂથમાંથી પ્રફુલ પટેલને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. પ્રફુલ પટેલ હાલમાં રાજ્યસભામાંથી સાંસદ છે. આ પહેલા તેઓ યુપીએ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા છે. જૂન મહિનામાં જ પ્રફુલ પટેલને શરદ પવારે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા, પરંતુ અજિત પવાર સાથે જવાના કારણે એક દિવસ પહેલા જ 3 જુલાઈએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ