બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi addressed a massive public meeting in Sikar Rajasthan

કટાક્ષ / Indira is India ના જેવાં હાલ થયા, એવાં જ હવે UPA is I.N.D.I.Aના...', રાજસ્થાનથી PM મોદીના પ્રહાર

Kishor

Last Updated: 04:27 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'વિપક્ષોએ I.N.D.I.A.નામ દેશભક્તિ બતાવવા નહિ પરંતુ દેશને લૂંટવાના ઇરાદે રાખ્યું છે'. રાજસ્થાનના શિકરમાં વડાપ્રધાન મોદીએ એક જંગી જનસભા સંબોધી હતી.

  • મોદીએ રાજસ્થાનના શિકરમાં એક જંગી જનસભા સંબોધી
  • કોંગ્રેસ સહિતના વિપક્ષને લીધા આડેહાથ
  • વિપક્ષી ગઠબંધન પર વધુ એક વખત શાબ્દિક પ્રહાર કર્યો 

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે જેના ભાગરૂપે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. રાજકીય પક્ષોના મોટા ગજાના નેતાઓનું પણ રાજસ્થાનમાં આવાગમન વધ્યું છે. જેમાં મહત્વની વાત છે કે વડાપ્રધાન છેલ્લા છ મહિનામાં સાતમી વખત રાજસ્થાનની મુલાકાતે દોડી ગયા હતા. આ દરમિયાન તેઓએ 27 જુલાઈના રોજ રાજસ્થાનના શિકરમાં એક જંગી જનસભા સંબોધી હતી. આ વેળાએ તેમણે વિપક્ષી ગઠબંધન પર વધુ એક વખત શાબ્દિક પ્રહાર કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો કે...

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે I.N.D.I.A. ના લેવલ તળે તેઓ પોતાના જૂના કારનામા એટલે કે યુપીએસ સમયની લીલાઓ છુપાવવા માંગે છે. જો તેમને ખરેખર ભારતવાસીઓની ચિંતા હોય તો તેઓ વિદેશોને ભારતમાં દખલ દેવાનું કહે? તેઓએ વધુ એક જ સૂત્ર આપતા જણાવ્યું હતું કે 'ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇસ ઇન્દિરા' જે એ સમયે જનતાએ તેઓને ઉખાડી ફેંક્યા હતા. જોકે ફરી આ અહંકારી લોકોએ એવું કર્યું છે. તેઓ કહે છે કે યુપીએ જ ઇન્ડિયા છે. ઇન્ડિયા જ યુપીએ છે. જોકે જનતા વધુ એક વખત બહારનો રસ્તો બતાવે તેવો વડાપ્રધાન મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગેસ છેતરપિંડી કરતી કંપનીઓની માફક નામ બદલે છે

કોંગ્રેસને આડે હાથ લેતા વડાપ્રધાન મોદીએ તેઓને છેતરપિંડી કરતી કંપનીઓની માફક નામ બદલવાનો પણ આરોપ લગાવી દીધો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસે  દિશા વિહીન પાર્ટી બની ગઈ છે અને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો છેતરપિંડી કરતી કંપનીઓની માફક પોતાનું નામ બદલી નાખ્યું છે. મોદીએ કહ્યું કે I.N.D.I.A.નામ દેશભક્તિ બતાવવા નહિ પરંતુ દેશને લૂંટવાના ઇરાદે રાખ્યું છે. નામ બદલાવી કોંગ્રેસ પોતાના કાર્યકાળ દરમિયાન લાગેલ આતંકવાદ સામે ઘૂંટણીએ પડી જવાનું કલંક દૂર કરવા માંગે છે. તેમ અંતમાં મોદી એ કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ