બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mobile blasted while charging pieces of phone entered chest of elderly

ફોનવાળા ધ્યાન રાખજો / બોંબ જેવા વિસ્ફોટ સાથે ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ફાટ્યો, છાતીમાં ટુકડા ઘુસતાં વૃદ્ધનું મોત, ભૂલનો ભોગ બન્યાં

Hiralal

Last Updated: 10:07 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં મોબાઈલમાં બ્લાસ્ટ થતા એક વૃદ્ધનું મોત થયું હતું.

  • ચાર્જિંગમાં મોબાઈલ ફાટવાની વધુ એક ઘટના
  • મધ્યપ્રદેશના ઉજ્જેનની ઘટના
  • ચાર્જિંગમા મૂકીને વૃદ્ધ મોબાઈલ જોતા હતા
  • અચાનક થયો વિસ્ફોટ, મોબાઈલના ટુકડા ઘુસી ગયા છાતીમાં
  • ઘરમાં જ થયું મોત

ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ગમે ત્યારે ફાટી શકે છે માટે ધ્યાન રાખજો. મધ્યપ્રદેશના ઉજ્જેનમાં બનેલી એક ઘટનામાં ચાર્જિંગમાં મૂકીને મોબાઈલ જોવામાં વ્યસ્ત બનેલા વૃદ્ધને ખબર નહોતી કે મોબાઈલ ફાટવાનો છે અને તેમનું મોત થવાનું છે.  ઉજ્જેનમાં સ્માર્ટફોનમાં જોરદાર વિસ્ફોટને કારણે દયારામ નામના 58 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે વૃદ્ધ ફોનમાં કંઈક જોઈ રહ્યા હતા ત્યારે જોરદાર વિસ્ફોટ થયો. વૃદ્ધને ગળા નીચે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બ્લાસ્ટ એટલો શક્તિશાળી કે વૃદ્ધનું ઘટનાસ્થળે થયું મોત 

મોબાઇલ ફોન કઈ કંપનીનો હતો તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્માર્ટફોનના ઘણા ભાગ વૃદ્ધોના શરીરમાં ઘુસી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે દયારામ એક ખેતરની સામે બનેલી એક દુકાનમાં એકલા રહેતા હતા. તેની પાસે જૂનો સ્માર્ટફોન હતો જે ચાર્જિંગમાં મૂકીને તેઓ મોબાઈલ જોતા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. 

ગળા અને છાતીના ભાગે થઈ ગંભીર ઈજા 
આ અકસ્માતમાં વૃદ્ધને ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. વિસ્ફોટ બાદ વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બડનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનીષ મિશ્રાએ જણાવ્યું હતું કે મોબાઇલ ચાર્જિંગમાં હતો અને બ્લાસ્ટ થયો ત્યારે વૃદ્ધો કદાચ હાથમાં મોબાઇલ લઇને ઊભા હતા. મોબાઈલ કઈ કંપનીનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ