બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / MLA Kumar Kanani's letter to Municipal Commissioner on stray cattle issue

આક્ષેપ / રખડતા ઢોર મુદ્દે MLA કુમાર કાનાણીનો મનપા કમિશનરને પત્ર, કહ્યું 'ફરિયાદીની તમામ વિગતો...'

Vishal Khamar

Last Updated: 03:58 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રખડતા પશુ મુદ્દે સુરતનાં ધારાસભ્ય દ્વારા કમિશ્નનરે પત્ર લખ્યો છે. જેમાં પત્રમાં તેઓએ મનપા કમિશ્નરને રખડતા ઢોર મુદ્દે ફરિયાદ કરનારની વિગતો પશુપાલકોને આપી દેવાતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ તેઓએ જણાવ્યું છે કે માર્કેટ વિભાગ દ્વારા જ આ માહિતી લીક કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.

  • વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશ્નરને લખ્યો પત્ર
  • રખડતા ઢોર મુદ્દે ફરિયાદ કરનારની વિગતો પશુપાલકને આપી દેવાતી હોવાનો આક્ષેપ
  • કાનાણીએ આવા અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની કરી માંગ 

 સુરત મહાનગર પાલિકામાં રખડતા ઢોર મુદ્દે જાગૃત નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. પરંતું પશુપાલકોનાં મળતીયાઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ પશુપાલકોને આપી દેતા હવે ફરિયાદ કરનાર વ્યક્તિઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે. કુમાર કાનાણી દ્વારા આવા અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલા ભરવાની માંગ કરી છે. 

પશુપાલકોને ફરિયાદીની તમામ વિગતો આપી દેવાય છેઃ કાનાણી

સુરતના વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મનપા કમિશ્નરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વરાછાનાં ધરમનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની અંદર ઢોર રખડતા હતા. જે બાબતે જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગર પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. પરંતું કોર્પોરેશનનાં અધિકારી દ્વારા આ ફરિયાદીનું નામ પશુપાલકોને આપી દેતા માથાભારે પશુપાલકોએ ફરિયાદીનું નામ અને ફોટો લઈ ફરિયાદીને શોધવા આંટાફેરા મારી રહ્યા છે. અને લોકોને ફોટો બતાવીને પૂછી રહ્યા છે. જેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. 

ફરિયાદીનાં નામ આપનાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએઃ કુમાર કાનાણી (ધારાસભ્ય, વરાછા)
સુરત મહાનગરપાલિકામાં જાગૃત નાગરિક ફરિયાદ કરે તો આ ફરિયાદીનું નામ અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવે તે ખૂબ જ ગંભીર બાબત છે. આ જાગૃત નાગરિકની સાથે મારામારી થાય. તેમજ માથાભારે લોકો તેમની સાથે ગમે તે વર્તન કરે. ફરિયાદીને કંઈ થશે તો જવાબદારી કોની?  આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમજ ફરિયાદીનાં નામ આપનાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગ છે. અને ફરિયાદીને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાનાં વહીવટ તંત્રની રહેશે. જેની નોંધ લેવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ