જીલ્લા કલેકટરની હાજરીમાં જ SOG PI એ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કરતા રોષ ભભૂકયો
સુરેન્દ્રનગર પોલીસે કર્યું મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન
મીડિયાકર્મીઓને કલેકટરની ચેમ્બરમાં જતા અટકાવ્યા
જીલ્લા કલેકટરની હાજરીમાં જ SOG PI એ મીડિયાકર્મીઓને હડધૂત કર્યા
મીડિયાએ લોકોના અવાજ ઉઠાવવાનું સાઘન છે લોકોનો એક અતૂટ વિશ્વાસ છે. પણ સુરેન્દ્રનગર પોલીસ એટલે મીડિયાકર્મીઑને રોડ પરની ધૂળ ગણે છે ગમે ત્યારે ગમે તે વખતે મીડિયા સાથે મનફાવે તેમ વર્તન કરે છે. એ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ ગણાતા કલેકટરની હાજરીમાં, સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીએ જ્યારે જવાબ માગવા કલેકટર ઓફિસમાં ઘૂસ્યા તો તેમની સાથે પોલીસે તમામ હદો વટાવી ગેરવર્તન થયું. ત્યાં હાજર મીડિયા કર્મીઑને એ પણ આક્ષેપ છે કે એક વખત નહીં પણ વારંવાર આવી રીતે પોલીસ અધિકારીઑ મીડિયા સાથે ગેરવર્તણૂક કરે છે. પણ વીટીવી સહિત તમામ ખાનગી ચેનલો પોલીસના દબાણવશ નહીં થાય લોકોને જરૂર હશે અને જ્યાં પણ અન્યાય થતો હતો ત્યાં મીડિયા કર્મીઑ ખડેપગે ઊભા હશે. અને ઊભા જ રહેશે
શું હતો સમગ્ર બનાવ
કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. જેનું મીડિયાકર્મીઑ કવરેજ કરી રહ્યા હતા. જે બાદ કલેકટરનું ધ્યાન આ તરફ દોરવા અને તેમને સમસ્યાઓથી વાકેફ કરવા મીડિયાકર્મીઑ કલેકટરની ચેમ્બરમાં જતાં હતા. પરંતુ ત્યાં સુરેન્દ્રનગર પોલીસની તાનાશાહી પોલીસ જીલ્લા કલેકટરની હાજરીમાં જ SOG PI એ ત્યાં હાજર તમામ મીડિયા કર્મીને હડધૂત કરી નાખ્યા હતા.
સુરેન્દ્રનગર પોલીસ કેમ વારંવાર મીડિયાકર્મીઑનું અપમાન કરે છે?
સવાલ એ છે કે શું પ્રજા અને વિપક્ષ કે સરકારનો અવાજ ઉઠાવવો ગુનો છે. એવું તો SOG PIને શું ખૂંચી રહ્યું હતું કે મીડિયાકર્મી કલેકટરને સવાલ કરવા આવ્યા તે ગમ્યું નહીં? કલેકટર એક જિમ્મેદાર જિલ્લા મેજિસ્ટ્રેટ પણ કહેવાય છે તેમની સામે સામાન્ય લોકોના અવાજ ઉઠાવતા મીડિયા કર્મીઑનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો તે કેટલું યોગ્ય? શું SOG PI થઈ ગયા એટલે ગમે તેમ વર્તન કરવાનું? કેમ આવા અધિકારીઑ પણ કોઈ કાર્યવાહી કે રોક કરવામાં તંત્ર ઊણું ઉતરે છે. મીડિયાકર્મી સાથે એક વખત નહીં પણ વારંવાર આવું થઈ રહ્યું છે તો પણ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?