બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Middle class will get relief in September! Will the price of medicines decrease?

કવાયત / સપ્ટેમ્બરમાં મિડલ ક્લાસને મળશે રાહત! કેન્દ્ર સરકાર દવાઓ મામલે કરી શકે છે મોટું એલાન

Priyakant

Last Updated: 10:16 AM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તવમાં સરકાર માત્ર તે જ દવાઓના દરમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. જેનો ઉપયોગ લાંબી સારવાર દરમ્યાન થાય છે

  • સપ્ટેમ્બરમાં મિડલ ક્લાસને મળશે રાહત! દવાઓના ભાવમાં થશે ઘટાડો ? 
  • સરકાર કુલ 150 પ્રકારની દવાઓના દર ઘટાડવા જઈ રહી છે
  • આ દવાઓમાં લાંબા ગાળાની સારવાર દરમિયાન વપરાતી દવાઓનો સમાવેશ

આ સપ્ટેમ્બર મહિનામાં મિડલ ક્લાસને મોટી રાહત મળી શકે છે. ગરીબ હોય કે અમીર દરેક વ્યક્તિને દવાઓની જરૂર હોય છે. કારણ કે રોગ આર્થિક સ્થિતિ જોઈને આવતો નથી. ઘણી વખત મોંઘી દવાના કારણે લોકોને લાંબી સારવાર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર આવા લોકોને સારા સમાચાર આપવા જઈ રહી છે. કારણ કે સપ્ટેમ્બરથી સરકાર કુલ 150 પ્રકારની દવાઓના દર ઘટાડવા જઈ રહી છે. આ દવાઓમાં લાંબા ગાળાની સારવાર દરમિયાન વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલય આ માટે છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ કેટલીક દવાઓ પર ટ્રેડ માર્જિન કેમ્પ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વાસ્તવમાં સરકાર માત્ર તે જ દવાઓના દરમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. જેનો ઉપયોગ લાંબી સારવાર દરમ્યાન થાય છે. 

માહિતી અનુસાર, પ્રથમ તબક્કામાં લગભગ 150 ફોર્મ્યુલેશન રાખવામાં આવશે અને ટ્રેડ માર્જિનને 30-50 ટકા સુધી મર્યાદિત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. જો કે, હવે દવાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે કે રેટ કટમાં કઈ દવાઓનો સમાવેશ કરવો વધુ જરૂરી છે. તમને જણાવી દઈએ કે ટ્રેડ માર્જિન કેપિંગ સંબંધિત દવાઓના લિસ્ટિંગ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. જોકે હાલમાં દવાઓની યાદી પર કામ ચાલી રહ્યું છે.

આ સાથે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન સહિત કેન્સરની દવાઓ પણ આ યાદીમાં સામેલ છે. એટલું જ નહીં, કોરોના કાળમાં મોંઘા ભાવે વેચાતી રેમડેસિવીર જેવી દવાઓનો પણ સમાવેશ કરવાની ચર્ચા ચાલી રહી છે. કેટલીક પેટન્ટ દવાઓ પણ તેના દાયરામાં રાખવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ (NPPA) "સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ, કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)" AIIMS અને સ્વાસ્થ્ય મંત્રાલયે મળીને આ દવાઓની યાદી તૈયાર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ