બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel predicted heavy rain in Gujarat due to the storm

'બિપોરજોય' સંકટ / કચ્છમાં આજે મેઘરાજા મચાવશે તબાહી! છેક અડધા ભારત સુધી થશે વાવાઝોડાની અસર, જાણો અંબાલાલની મોટી આગાહી

Malay

Last Updated: 10:38 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Predictions of Ambalal Patel: વાવાઝોડાને લઈને ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે.

 

  • આજે જખૌ નજીક ત્રાટકશે બિપોરજોય વાવાઝોડું
  • વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની આગાહી
  • વાવાઝોડાને લઈ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપોરજોય' હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જખૌમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનથી પોર્ટ વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. જેથી હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વચ્ચે હવે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 

આજે લેન્ડફોલ થશે વાવાઝોડું
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને કારણે આજે જે વરસાદ પડશે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં વર્તાશે. 

અંબાલાલની મોટી આગાહીઃ આજે ફરી IPLની ફાઇનલ પર વરસાદી સંકટ, ગુજરાતભરમાં પડશે  માવઠું, અરબી સમુદ્રમાં સક્રિય થશે ચક્રવાત | Meteorologist Ambalal Patel  predicted ...

આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ 
તેઓએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ,  માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર કરશે. જ્યારે કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે. આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.

જખૌથી માત્ર 180 કિમી દૂર છે વાવાઝોડું
આપને જણાવી દઈએ કે, ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. બિપોજોય વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોચ્યું છે. આ વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર દરિયામાં છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જ્યારે વાવાઝોડુ ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ