બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological Department again predicted unseasonal rain in the state

આગાહી / દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહી છે કમોસમી સિસ્ટમ, માછીમારો માટે ચેતવણી જાહેર, હવામાન વિભાગે કર્યું આગાહીનું ઝાપટું

Vishal Khamar

Last Updated: 05:54 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ રાજ્યનાં અમુક અમુક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રીય થવાની સંભાવનાં પણ વ્યક્ત કરવામાં આવી છે.

  • રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
  • ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે
  • આગામી 48 કલાકમાં રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. પંચમહાલ અને આણંદમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

ગુજરાતમાં માછીમારોને જાહેર કરવામાં આવી ચેતવણી
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે. જેનાં કારણે આગામી 3 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેશે. 10 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

આગામી 48 કલાકમાં રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે
ગુજરાતમાં માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેમજ આગામી 48 કલાકમાં રાજ્યમાં તપામાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે. ત્યારે રાજ્યમાં નલિયામાં આજે સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 19.5, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું હતું. 

વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં ગરકાવ
શિયાળાની ઋતુમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ત્યારે અગાઉ પડેલ વરસાદને કારણે શિયાળુ પાક વાવેતરને નુકશાન થવા પામ્યું હતું. જે બાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ કરાયો હતો. તેમજ એક મહિનામાં સર્વેનો રિપોર્ટ સોંપવા કૃષિમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. તો બીજી તરફ  હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. હવે ફરી વરસાદ પડે તો શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ