બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mercury pollution is highest in these areas due to firecrackers in Ahmedabad
Priyakant
Last Updated: 09:38 AM, 13 November 2023
ADVERTISEMENT
DIWALI 2023 : દિવાળીના દિવસે ફટાકડાને કારણે પ્રદૂષણમાં વધારો થયાનું સામે આવ્યું છે. અંડવાદમાં ફટાકડાને કારણે પ્રદૂષણમાં વધારો થવાને કારણએ શહેરમાં સરેરાશ 148 AQI નોંધાયો છે. આ તરફ દેશની રાજધાની દિલ્હી પણ ફરી એકવાર ગેસ ચેમ્બર બન્યું છે. વિગતો મુજબ દિલ્હીમાં AQI જે દિવાળીની સાંજ સુધી 218 હતો, તે દિવાળીના બીજા દિવસે વધીને 999 થયો છે. ઈન્ડિયા ગેટની હાલત સૌથી ખરાબ છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ફટાકડાના કારણે હવાના પ્રદૂષણમાં વધારો
અમદાવાદમાં દિવાળીના તહેવાર વચ્ચે ફટાકડાના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થયો છે. વિગતો મુજવ અમદાવાદ શહેરમાં સરેરાશ 148 AQI નોંધાયો છે. જેમાં ખાસ કરીને રખિયાલ અને ગ્યાસપુર વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષિત હવા બની છે. આ સાથે ગ્યાસપુરમાં 208 AQI, રખિયાલમાં 208 AQI, સેટેલાઈટ અને મણીનગર વિસ્તારમાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું છે. આ સાથે સેટેલાઈટમાં AQI 203, મણીનગરમાં 206 AQI નોંધાયો છે.
દિવાળી પર દિલ્હી-NCRમાં ફટાકડાથી ફરી પ્રદૂષણ
દિવાળીના તહેવારને લઈ દિલ્હી-NCRમાં ફટાકડાથી ફરી પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. સર્વત્ર ધુમાડો દેખાઇ રહ્યો છે. AQI જે દિવાળીની સાંજ સુધી 218 હતો તે દિવાળીના બીજા દિવસે વધીને 999 થયો છે. ઈન્ડિયા ગેટની હાલત સૌથી ખરાબ છે. આ સિવાય દિલ્હીના આનંદ વિહાર, જહાંગીરપુરી, આરકે પુરમ, ઓખલા, શ્રીનિવાસપુરી, વજીરપુર, બવાના અને રોહિણી પણ પ્રદૂષણને કારણે ખરાબ હાલતમાં છે.
#WATCH | Air Quality in Delhi deteriorates to 'Poor' category, as per the Central Pollution Control Board (CPCB).
— ANI (@ANI) November 13, 2023
(Visuals from Kartavya Path, shot at 7.15 am) pic.twitter.com/qHvqKi5BfA
ફટાકડાના કારણે AQI સ્તરમાં વધારો થયો
એક તરફ ફટાકડાના કારણે AQI સ્તરમાં વધારો થયો છે તો બીજી તરફ વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈન્ડિયા ગેટની આસપાસની સ્થિતિ એટલી ખરાબ છે કે 100 મીટરના અંતરે પણ તેને સ્પષ્ટ રીતે જોવું મુશ્કેલ બની ગયું છે. દિવાળી પહેલા પણ દિલ્હી-NCRનું AQI લેવલ વધીને 999 થઈ ગયું હતું, પરંતુ તેના પછીના વરસાદે સમગ્ર હવામાન સાફ કરી દીધું હતું.
Air quality across Delhi continues to be in the 'Poor' category as per the Central Pollution Control Board (CPCB).
— ANI (@ANI) November 13, 2023
AQI in Anand Vihar at 296, in RK Puram at 290, in Punjabi Bagh at 280 and in ITO at 263 pic.twitter.com/z0GRhqSqgR
સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કર્યો
દિવાળીની સાંજ સુધીમાં છેલ્લા 8 વર્ષનો સ્વચ્છ હવાનો રેકોર્ડ તૂટી ગયો હતો. વર્ષો પછી દિવાળીના દિવસે દિલ્હીના લોકોએ સ્વચ્છ આકાશ જોયું. દિવાળી પહેલા જ પ્રદૂષણને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા અને ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને દિલ્હી-NCRના લોકોએ ફટાકડા ફોડ્યા હતા.
AQI ક્યાં અને કેટલો નોંધાયો હતો ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.