બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Meeting between Pakistan and Hamas leaders, Kashmir issue discussed in Qatar

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ / આતંકીઓ અને આતંકીઓના પોષક એક થયા: પાકિસ્તાન અને હમાસના નેતાઓ વચ્ચે મીટિંગ, કતારમાં કાશ્મીર મુદ્દે થઈ ચર્ચા

Priyakant

Last Updated: 10:33 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War Latest News: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પાકિસ્તાની નેતાઓએ કતારમાં હમાસના વડાસાથે મુલાકાત કરી, પાકિસ્તાની નેતાઓએ પેલેસ્ટાઈન સિવાય કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો

  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે આતંકીઓ અને આતંકીઓના પોષક એક થયા
  • યુદ્ધ વચ્ચે પાકિસ્તાની નેતાઓની કતારમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયે સાથે મુલાકાત 
  • પાકિસ્તાની નેતાઓએ પેલેસ્ટાઈન સિવાય કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો

Israel-Hamas War Latest News : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે આતંકીઓ અને આતંકીઓના પોષક એક થયા છે. વાત જાણે એમ છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પાકિસ્તાની નેતાઓએ કતારમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયે સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાનના જમાત-એ-ઉલેમા-એ-ઈસ્લામના વડા ફઝલુર રહેમાન હમાસના નેતૃત્વને મળવા કતાર ગયા હતા. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ અહીં પાકિસ્તાની નેતાઓએ પેલેસ્ટાઈન સિવાય કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

કતારમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયે સાથે પાકિસ્તાની નેતાઓએ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ હમાસના ભૂતપૂર્વ ચીફ ખાલેદ મેશાલને પણ મળ્યા હતા. સ્થાનિક ન્યૂઝ અહેવાલ મુજબ પેલેસ્ટાઈન સિવાય પાકિસ્તાની નેતાઓએ પણ કાશ્મીર મુદ્દે ખાલેદ સાથે વાત કરી હતી. 

શું કહ્યું હમાસના ભૂતપૂર્વ ચીફ ખાલેદ મેશાલે ? 
આ તરફ ખાલેદે કહ્યું- જે દેશો માનવાધિકારની વાત કરે છે તેઓ ઇઝરાયેલને હથિયારોથી ભરેલા જહાજો મોકલી રહ્યા છે. આ માનવાધિકાર કાર્યકર્તાઓનું પેલેસ્ટાઈન અને કાશ્મીરમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

સતત ત્રીજી વાર ગાઝામાં ઈન્ટરનેટ સેવા બંધ 
ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, તેઓએ આખી રાત હોસ્પિટલોની આસપાસ ભારે બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ હતી. યુદ્ધની શરૂઆત પછી આ ત્રીજી વખત હતું જ્યારે ગાઝામાં ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી.

 
નેતન્યાહુ સૈનિકોને મળ્યા
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હમાસ સામે લડી રહેલા પોતાના સૈનિકોને સતત મળી રહ્યા છે. રવિવારે નેતન્યાહૂએ રેમન એરફોર્સ બેઝ પર સૈનિકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે જ્યાં સુધી યુદ્ધ નહીં જીતાય ત્યાં સુધી તે ગાઝા પર બોમ્બ ધડાકા બંધ કરશે નહીં. તે એરક્રુ ફાઇટર અને ગ્રાઉન્ડ ક્રૂ કર્મચારીઓને મળ્યા હતા. પીએમ નેતન્યાહુએ વાયુસેનાના જવાનોને F-16 ફાઈટર જેટના ઉપયોગ વિશે પણ માહિતી આપી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ