બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / Meera Murthy is given the command amid huge upheaval in ChatGPT: India is with

ખાસ સંબંધ / ChatGPT માં ભારે ઉથલપાથલ વચ્ચે મીરા મૂર્તિને સોંપાઈ કમાન: ભારત સાથે છે ખાસ કનેક્શન, બનાવી ચૂકી છે ટેસ્લા કાર

Dinesh

Last Updated: 12:17 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ChatGPT news: મીરાનો જન્મ 1988માં અલ્બેનિયામાં થયો હતો, મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના માતા-પિતા ભારતીય મૂળના છે, તે મિકેનિકલ એન્જિનિયર છે

  • ChatGPTના CEO સેમ ઓલ્ટમેનને હટાવી દેવાયા
  • ઉથલપાથલ વચ્ચે મીરા મૂર્તિને સોંપાઈ કમાન
  • 'હું માનું છું કે AIનો દુરુપયોગ થઈ શકે છે'

ChatGPTના CEO સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ મીરા મૂર્તિને કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. તે વચગાળાના સીઈઓ તરીકે કંપની સંભાળશે. મીરાએ 2018માં ટેસ્લા કંપની છોડ્યા પછી OpenAI ChatGPTTની મૂળ કંપનીમાં જોડાઈ. 

સેમ ઓલ્ટમેનને બરતરફ
ઓપન એઆઈએ શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ તેના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને બરતરફ કરી દીધા છે. કંપનીના બોર્ડે શોધી કાઢ્યું હતું કે સેમ બોર્ડ સાથે વાતચીત કરવામાં સતત બેદરકારી દાખવતો હતો. કંપનીએ તેની વેબસાઈટ પર લખ્યું કે, અમે ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિને વચગાળાના CEO તરીકે નિયુક્ત કરી રહ્યા છીએ. અમે આ પદ સંભાળવા માટે કાયમી CEOની પણ શોધ કરી રહ્યા છીએ. મીરાની નિમણૂકના આધારે પ્રશ્નોના જવાબમાં ઓપન એઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, મીરાનો લાંબો કાર્યકાળ અને AI ગવર્નન્સ અને પોલિસીમાં તેમનો અનુભવ તેમજ કંપનીના તમામ પાસાઓ સાથેના તેમના જોડાણને જોતાં બોર્ડ માને છે કે તે લાયક છે. 

આ <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/chatgpt' title='ChatGPT'>ChatGPT</a> તો કેટલાની નોકરી ખાઈ જશે! પૈસા બચાવવા ઉપયોગ વધારી રહી છે કંપનીઓ,  જાણો કયા સેક્ટરમાં સૌથી વધારે ચિંતા | How many jobs will this <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/chatgpt' title='ChatGPT'>ChatGPT</a> eat!  Companies are ...

કોણ છે મીરા મૂર્તિ ?
મીરાનો જન્મ 1988માં અલ્બેનિયામાં થયો હતો. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના માતા-પિતા ભારતીય મૂળના છે. તેણે કેનેડામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે મિકેનિકલ એન્જિનિયર છે. ટેસ્લામાં કામ કરતી વખતે તેણે મોડલ એક્સ ટેસ્લા કાર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2018 માં તેણે ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપન એઆઈમાં કામ કરવાનું શરૂ કર્યું. મીરાને ગયા વર્ષે OpenAIની CTO બનાવવામાં આવી હતી. 

 why openai ceo sam altman fired from job know details articleshow

મીરાએ શું કહ્યું હતું ?
ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મીરાએ કહ્યું હતું કે, AIનો દુરુપયોગ થઈ શકે છે. તેમણે કહ્યું કે, હું માનું છું કે AI નો દુરુપયોગ થઈ શકે છે અને દેખીતી રીતે જ ખરાબ ઈરાદા ધરાવતા લોકો જ આવું કરશે. અમે એક નાનું જૂથ છીએ. AIને નિયમનકારી દાયરામાં લાવવા માટે સરકારની સાથે બધાએ સાથે આવવું પડશે.

2015માં વિકસાવવામાં આવી
ChatGPT એક ચેટબોટ છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કામ કરે છે. જે બહુવિધ ભાષાઓમાં પ્રશ્નોના જવાબ આપી શકે છે. આ બોટ 100 ભાષાઓમાં કામ કરી શકે છે. તેની પેરેન્ટ કંપની ઓપનએઆઈ એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન દ્વારા વર્ષ 2015માં વિકસાવવામાં આવી હતી. કંપનીએ માહિતી આપી છે કે ChatGPT પાસે 2021 સુધીનો ડેટા જ ઉપલબ્ધ છે અને તે તેના આધારે જ માહિતી આપી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ