બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Mayawati's big decision before the Lok Sabha elections was to hand over her entire inheritance to her nephew Akash Anand

રાજનીતિ / લોકસભા ચૂંટણી પહેલા માયાવતીનો મોટો નિર્ણય, ભત્રીજા આકાશ આનંદને સોંપ્યો પોતાનો સંપૂર્ણ વારસો, બનાવ્યા ઉત્તરાધિકારી

Megha

Last Updated: 03:09 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકાશ આનંદને પાર્ટીની કમાન મળશે કે કેમ તે અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એવામાં માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે

  • આખરે માયાવતીએ તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરી
  • ભત્રીજા આકાશ આનંદને માયાવતી તેમનો વારસો સોંપશે 
  • સતત હાર છતાં BSPએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવી રાખ્યો છે

લાંબા સમયની અટકળો પછી બસપાના વડા માયાવતીએ આખરે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાયેલી બેઠકમાં બસપા સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. આ બેઠકમાં BSP સુપ્રીમોએ તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના મુખ્ય અધિકારીઓને બોલાવ્યા હતા.

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા
આકાશ આનંદને પાર્ટીની કમાન મળશે કે કેમ તે અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એવામાં માયાવતીએ જાહેરાત કરી કે એમનો વારસો ભત્રીજા આકાશ આનંદને સોંપ્યો છે. એવામાં BSP નેતા ઉદયવીર સિંહનું કહેવું છે કે BSP ચીફ માયાવતીએ આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. હવે આગામી લોકસભાની ચૂંટણી અને તેની તૈયારીઓને લઈને આકાશ આનંદનું કદ વધવાના સંકેત મળી રહ્યા છે.' સાથે જ અનેક જાણકારોનું કહેવું છે કે 'બેઠકમાં કરવામાં આવેલી આ જાહેરાતથી ઉત્તર પ્રદેશની રાજનીતિ અને પાર્ટીની રાજકીય લાઇન પર મોટી અસર પડી શકે છે.'

કોણ છે આકાશ આનંદ?
જોકે, આકાશ આનંદ હાલમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે અને માયાવતીના નાના ભાઈ આનંદ કુમારના પુત્ર છે. માયાવતીના ભત્રીજા આકાશે લંડનમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તે વર્ષ 2017માં માયાવતી દ્વારા આયોજિત એક રેલીથી રાજકારણમાં સક્રિય થયા હતા. આ વર્ષે જૂનમાં આકાશ આનંદે પાર્ટીના નેતા અશોક સિદ્ધાર્થની પુત્રી પ્રજ્ઞા સાથે લગ્ન કર્યા. આકાશ આનંદ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ટ્વિટર પર તેના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે. ફેસબુક પર 52 હજાર ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 37 હજારથી વધુ ફોલોઅર્સ છે.

સતત હાર છતાં BSPએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવી રાખ્યો છે
બે રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ પછી હિન્દી પટ્ટામાં સૌથી વધુ સમર્થન ધરાવતા પક્ષની જવાબદારી આકાશ આનંદના ખભા પર આવી ગઈ છે. 2012 થી ચૂંટણીમાં સતત હાર હોવા છતાં, BSPએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવી રાખ્યો છે. બસપાએ ભલે એમપી, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં એકપણ સીટ જીતી ન હોય પરંતુ તેને સારા મત મળ્યા છે. પાર્ટીએ એમપી અને રાજસ્થાનમાં ઘણી સીટો પર બીજા ક્રમે રહીને કોંગ્રેસની રમત બગાડી છે.

વાસ્તવમાં, આકાશ આનંદે રાજસ્થાન ચૂંટણી દરમિયાન બસપાની જવાબદારી સંભાળી હતી. તેમણે ઘણા દિવસો સુધી રાજ્યમાં પગપાળા યાત્રા પણ કરી હતી. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતી હતી. પાર્ટીએ રાજ્યમાં 5 ટકાથી વધુ મત મેળવ્યા છે. આ પછી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આકાશ આનંદની જવાબદારી વધારવાની વાત થઈ હતી. એવાં હવે માયાવતીએ રવિવારે લખનઉમાં યોજાયેલી બેઠક દરમિયાન આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારીની જવાબદારી સોંપવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં 28 રાજ્યોના બસપાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સિવાય યુપીના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આકાશ આનંદની જવાબદારી ઘણી મહત્વની બની રહેશે.

રાજસ્થાન સિવાય બાકીના ત્રણ રાજ્યોમાં પાર્ટીનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી શકી નથી. આવી સ્થિતિમાં માયાવતીનો આ રાજકીય નિર્ણય બસપા માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે, તે આવનારી લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ