બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Mawtha forecast in Gujarat, marketing yards made a special appeal to the farmers: Gondal income stopped, the government said - we stand by your side

સૂચન / ગુજરાતમાં માવઠાની આગાહી, માર્કેટિંગ યાર્ડોએ ખેડૂતોને કરી ખાસ અપીલ: ગોંડલમાં જણસીની આવક બંધ, સરકારે કહ્યું- અમે તમારી પડખે ઊભા

Vishal Khamar

Last Updated: 10:16 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં માવઠાની આગાહીને પગલે રાજ્યની APMC દ્વારા વેપારીઓ અને ખેડૂતોને સાવચેતી રાખવા સૂચન કર્યું છે. 25 થી 28 નવેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે વરસાદની શક્યતા છે.

  • માવઠાની આગાહીને પગલે APMC સતર્ક 
  • ખેડૂતોને માવઠાને લઈને સાવચેતી રાખવા સૂચન 
  • 28 નવેમ્બર સુધી વાદળછાયા વાતાવરણની સંભાવના 

રાજ્યમાં 25થી 27 તારીખ વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળશે. રાજ્યમાં રવીપાકની વાવણી પુરજોશમાં છે.તો બીજી બાજુ અનેક શિયાળુ પાક પર કમોસમી વરસાદ પડવાને લઇ ખેડૂતો ચિંતામાં છે. તેવામાં માવઠાની સ્થિતીને લઇને કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે માવઠાની ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. કૃષિમંત્રીએ કહ્યું કે કોઇ પણ સ્થિતીમાં સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. છેલ્લા 3-4 વર્ષમાં વિવિધ આપદા વખતે સરકારે 10 હજાર કરોડનું વળતર ચૂકવ્યું છે. 

ઊંઝા APMC દ્વારા માવઠાની આગાહીને લઈને સાવચેતીના સૂચનો કરાયા
રાજ્યમાં માવઠાની આગાહીને પગલે APMC સતર્ક છે. ત્યારે વેપારીઓ અને ખેડૂતોને માવઠાને લઈ સાવચેતી રાખવા સૂચન પણ કરવામાં આવ્યું છે. 25 થી 28 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાં છે. 26 નવેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે વરસાદની શક્યતા છે. ઊંઝા APMC દ્વારા માવઠાની આગાહીને લઈ સાવચેતીનાં સૂચનો કરાયા હતા. 

જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની અગાહીને પગલે ગોંડલ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળી, ધાણા, લસણ અને મરચા સહિતની જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસીને લઈને આવવું નહિં તેવી જાહેરાત કરવામાં આવી છે.વરસાદની આગાહીને પગલે ખેડૂતો તેમજ વેપારીઓનો માલ પલળે નહિ જેને લઈને તમામ જણસીને યાર્ડના વિશાળ ડોમ નીચે રાખવા આવી છે.

માવઠાના પગેલ સાવચેતી રાખવા ખેડૂતો અને વેપારીઓને સૂચના અપાઈ

રાજ્યમાં આગામી 27 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટકલી જગ્યા VTV NEWSના રિયાલિટી ચેકમાં માર્કેટિંગ યાર્ડમાં બેદરકારી સામે આવી છે. તેની કેટલાક માર્કેટિંગ યાર્ડમાં સતર્કતા પણ સામે આવી છે. ઊંઝા, ગોંડલ, હાપા, મહેસાણા સહિતના માર્કેટ યાર્ડમાં માવઠાના પગેલ સાવચેતી રાખવા ખેડૂતો અને વેપારીઓને સૂચના અપાઈ છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, લસણ, ધાણા સહિત જણસીની આવક બંધ કરી દેવાઈ છે..જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ખુલ્લા પ્લેટફોર્મ પર ઉતરતી મગફળી અને મરચાની આવક બંધ કરવામાં આવી છે.. જ્યાં સુધી બીજી જાહેરાત ન થયા ત્યાં સુધી આવક બંધ કરી દેવાઈ છે. આમ કેટલીક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં સતર્કતા જોવા મળી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ