ન્યૂઝ અપડેટ્સ
VTV / Food and Recipe / Mathura Peda Recipe in home
ADVERTISEMENT

ADVERTISEMENT
જરૂરી સામગ્રી:
500 ગ્રામ દૂધનો માવો(મોળો), બૂરુ ખાંડ 500 ગ્રામ, 1થી બે ટેબલ સ્પૂન ઘી, 8થી 10 છોલેલી નાની ઇલાયચી.
ADVERTISEMENT
બનાવવાની પદ્ધતિઃ
સૌ પ્રથમ તમે કોઇ એક મોટી કઢાઈ લો. તેમાં દૂધનો માવો નાંખો અને પછી તેને બરાબર શેકો. આ માવો શેકતી વખતે ધ્યાન એટલું રાખો કે તે કઢાઈમાં ચોંટે નહીં. જ્યારે માવાનો રંગ બદલાવાનું શરૂ થવા લાગે ત્યારે તેમાં થોડું દૂધ ઉમેરો કે ઘી ઉમેરો અને તેને ત્યાં સુધી શેકો કે જ્યાં સુધી તેનો બ્રાઉન રંગ ન થઇ જાય.
ADVERTISEMENT
હવે આ માવાને તમે ઠંડો પડવા દો ને બાદમાં તે જ્યારે સંપૂર્ણપણે ઠંડો થઇ જાય એટલે તેની અંદર 400 ગ્રામ બૂરુ ખાંડને બરાબર મિક્સ કરી દો. પછી દળેલી ઇલાયચી પણ આ મિશ્રણની અંદર ઉમેરો. હવે વધેલી 100 ગ્રામ બૂરુ ખાંડને એક પ્લેટમાં નાંખો.
હવે પેંડાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને તમે ઇચ્છો તે માપમાં અને આકારમાં પેંડા બનાવો. હવે આવા દરેક પેંડાને પ્લેટમાં નાંખેલી બૂરુ ખાંડમાં રગડો અને ઇચ્છો તો આપ આપનાં બંને હાથથી પણ પેંડાને દબાવી શકો. જેમ-જેમ હવે આ રીતે પેંડા તૈયાર થતા જાય તેમ-તેમ તેને અલગ ડીસમાં સર્વ કરો.
ADVERTISEMENT
તો લો હવે તૈયાર છે તમારા માટે મથુરાના પેંડા. જો કે તમને જણાવી દઇએ કે તમે વધેલા પેંડાને 2-3 કલાક માટે ખુલ્લી હવામાં કે પંખાની હવામાં મૂકી રાખો. તે થોડા ડ્રાય થઇ જાય એટલે તેને ડબ્બામાં ભરી લો. ઇચ્છો ત્યારે તે ખાઇ શકો છો. જો માવો સારી રીતે સાંતળવામાં આવ્યો હોય તો તમે આ પેંડા મહિના સુધી રાખી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો