બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mass suicide in Vadodara: How to stop financial hardship from tearing families apart? Responsible for the trend of larger sod braces than hindquarters

મહામંથન / વડોદરામાં સામૂહિક આપઘાત: આર્થિક સંકડામણથી પરિવારને વિખેરાતા કેવી રીતે રોકાય? પછેડી કરતા મોટી સોડ તાણવાનો ટ્રેન્ડ જવાબદાર

Vishal Khamar

Last Updated: 09:14 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આર્થિક સંકડામણથી કંટાળીને કેટલાક પરિવારો દ્વારા જીવન ટૂંકાવ્યું છે ત્યારે વડોદરામાં પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે વડોદરા તેમજ સુરત અને રાજકોટમાં પણ આર્થિક સંકડામણથી પરિવારજનો દ્વારા મોતને વ્હાલું કર્યું છે.

કદાચ આ સંસારમાં વ્યક્તિને બે વાતનો સૌથી વધુ ડર લાગતો હોય છે. એક તો પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાનો અને બીજો મૃત્યુનો. જો તમારુ જીવન આટલુ જ કિંમતી છે, ઈશ્વરે તમને મનુષ્ય અવતાર આપ્યો છે તો એ જીવનની વ્યક્તિ કદર કેમ નથી કરતો?. વડોદરાના રાવપુરામાં પરિવારના સામૂહિક આપઘાતની ચર્ચા ચાલી રહી છે.. થોડા સમયથી જે કારણ સામે આવે છે તેમ આ કિસ્સામાં પણ આર્થિક સંકડામણ જ જવાબદાર માનવામાં આવી રહી છે.

  • વડોદરાના રાવપુરામાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો
  • પરિવારના આપઘાત માટે આર્થિક સંકડામણ જવાબદાર હોવાનું તારણ
  • મુકેશ પંચાલ, નયના પંચાલ અને મિતુલ પંચાલના મૃત્યુ

વડોદરામાં સામૂહિક આપઘાતનો આ પહેલો કિસ્સો નથી કારણ કે તાજેતરના બે-ત્રણ મહિનામાં જ વડોદરામાં પરિવારે જીવન ટૂંકાવ્યાના કિસ્સા બન્યા.. માત્ર વડોદરા જ નહીં સુરત અને રાજકોટમાં પણ એવા કિસ્સા બન્યા કે જેમાં આર્થિક સંકડામણથી કંટાળીને પરિવારે કે પરિવારના મોભીએ આપઘાત કરી લીધો હોય. હવે તીખો સવાલ એ છે કે શું દરેક વખતે આર્થિક સંકડામણ એ હદે વણસી જાય કે આપઘાત સિવાય કોઈ રસ્તો જ ન નિકળે. પરિવારના બાકીના સભ્યોનો એવો તે શું વાંક છે કે તેને મૃત્યુ મળે. કેટલાક કિસ્સામાં પરિવારમા માસૂમ બાળકો સાથે મા-બાપ આપઘાત કરી લે છે તો એ માસૂમ બાળકોનો શું વાંક હતો.  કિંમતી જીવનને પળવારમાં મૃત્યુની ચાદર કેમ ઓઢાડી દેવામાં આવે છે.. શું પરિવારજનો સાથે વ્યક્તિના સંવાદ ખતમ થઈ ગયા છે કે એ પોતાની વિમાસણ કે મૂંઝવણ કોઈને જણાવી શકતો નથી. શું આર્થિક સંકડામણ પાછળ જવાબદાર કારણોમાં આપણી જીવનશૈલી, આશા-અપેક્ષાઓના બોજ વધી ગયા છે કે કેમ.

  • પરિવાર ભાડે રહેતો હતો અને મકાન ખાલી કરવાનું હતું
  • મકાન ખાલી કરવાને લઈને પરિવાર ચિંતામાં હતો
  • પહેલા પત્ની અને દીકરાના મૃત્યુ થયા
  • સારવાર દરમિયાન પરિવારના મોભીનું પણ મૃત્યુ થયું

વડોદરાના રાવપુરામાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો.  પરિવારના આપઘાત માટે આર્થિક સંકડામણ જવાબદાર હોવાનું તારણ સામે આવ્યું છે.  મુકેશ પંચાલ, નયના પંચાલ અને મિતુલ પંચાલના મૃત્યુ થયું. પરિવાર ભાડે રહેતો હતો અને મકાન ખાલી કરવાનું હતું. મકાન ખાલી કરવાને લઈને પરિવાર ચિંતામાં હતો. પહેલા પત્ની અને દીકરાના મૃત્યુ થયા. જે બાદ સારવાર દરમિયાન પરિવારના મોભીનું પણ મૃત્યુ થયું. 

  • મુકેશ પંચાલ તેના પરિવાર સાથે ભાડે રહેતા હતા
  • મુકેશ પંચાલ વોચમેનની નોકરી કરતા હતા
  • મુકેશ પંચાલનો દીકરો શિક્ષિત હતો પરંતુ કશુ કમાતો નહતો

વડોદરાના પરિવાર સાથે શું થયું હતું?
મુકેશ પંચાલ તેના પરિવાર સાથે ભાડે રહેતા હતા. મુકેશ પંચાલ વોચમેનની નોકરી કરતા હતા. મુકેશ પંચાલનો દીકરો શિક્ષિત હતો પરંતુ કશુ કમાતો ન હતો. એવી પણ વાત સામે આવી કે દીકરાએ શેરબજારમાં રૂપિયા ગુમાવ્યા હતા. મકાન માલિકે મકાન ખાલી કરવા અગાઉથી જાણ કરી દીધી હતી. જે દિવસે મકાન ખાલી કરવાનું હતું એ જ દિવસે પરિવારે આપઘાત કર્યો. મકાન માલિક પણ પરિવાર મુશ્કેલીમાં હોય એવી કોઈ વાત જાણતા ન હતા. પરિવારે ભાડાનું બીજુ ઘર પણ શોધ્યું હતું. 

  • મૃતક નયનાબેનના ભાઈએ પોતાના વ્યથા ઠાલવી
  • નયનાબેનના ભાઈએ કહ્યું કે બેનનો પરિવાર આર્થિક મુશ્કેલી અનુભવતો હતો
  • સમયાંતરે ભાઈ તરફથી આર્થિક મદદ મળતી હતી
  • આપઘાતના થોડા દિવસ અગાઉથી બહેન સાથે સંપર્ક થતો નહતો

આપઘાત અંગે પરિવારજનો શું કહે છે?
મૃતક નયનાબેનના ભાઈએ પોતાના વ્યથા ઠાલવી છે.  નયનાબેનના ભાઈએ કહ્યું કે બેનનો પરિવાર આર્થિક મુશ્કેલી અનુભવતો હતો. સમયાંતરે ભાઈ તરફથી આર્થિક મદદ મળતી હતી. આપઘાતના થોડા દિવસ અગાઉથી બહેન સાથે સંપર્ક થતો ન હતો. પરિવારજનોએ પણ ફોન ઉપાડ્યો નહીં અને સંપર્ક ન થઈ શક્યો. દીકરો મિતુલ બે વર્ષથી કોઈ કામધંધો કરતો ન હતો. મૃતક મુકેશભાઈના ભાઈ પણ આપઘાતની ઘટનાથી વ્યથિત છે. મૃતક મુકેશભાઈને તેના નાનાભાઈ સાથે સંબંધ ન હતો. 15 વર્ષ કરતા વધુ સમયથી બંને વચ્ચે વાતચીત થઈ ન હતી. 

  • દીકરો મિતુલ બે વર્ષથી કોઈ કામધંધો કરતો નહતો
  • મૃતક મુકેશભાઈના ભાઈ પણ આપઘાતની ઘટનાથી વ્યથિત છે
  • મૃતક મુકેશભાઈને તેના નાનાભાઈ સાથે સંબંધ નહતો
  • 15 વર્ષ કરતા વધુ સમયથી બંને વચ્ચે વાતચીત થઈ નહતી

વડોદરામાં જ ચાર પરિવાર પીંખાયા 

ઓગસ્ટ 2023

  • રાવપુરામાં પરિવારનો સામૂહિક આપઘાત
  • વોચમેનની નોકરી કરતા મુકેશ પંચાલે પરિવાર સાથે આપઘાત કર્યો
  • પરિવાર આર્થિક સંકડામણ અનુભવતો હતો

જુલાઈ 2023

  • કારેલીબાગની મહિલાનો બે પુત્રી સાથે આપઘાતનો પ્રયાસ
  • બે દીકરીઓના મૃત્યુ
  • દક્ષાબેન ચૌહાણ નામની મહિલા આર્થિક સંકડામણ અનુભવતી હતી
  • દીકરીઓના મૃત્યુ થયા પરંતુ માતા બચી ગઈ

જૂન 2023

  • ગોત્રી વિસ્તારમાં રહેતા આશિષ રાણેએ આપઘાત કર્યો
  • આશિષે તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી હતી

જાન્યુઆરી 2023

  • વાઘોડિયા રોડમાં રહેતા પરિવારે આપઘાત કર્યો
  • પ્રિતેશ મિસ્ત્રી ઉપર લોનનું દેવું વધી ગયું હતું
  • દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ પ્રિતેશે પણ આપઘાત કર્યો

માર્ચ 2021

  • વડોદરામાં સોની પરિવારે સામૂહિક આપઘાત કર્યો
  • જ્યોતિષીઓએ 35 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી

વધતી આર્થિક સંકડામણ

104 હેલ્થ હેલ્પલાઈનને કેટલા કોલ મળ્યા?
એપ્રિલ 2023
2
 
મે 2023
1
 
જૂન 2023
1
  • સુરતમાં લુમ્સના કારખાનેદારે આપઘાત કર્યો
  • 43 વર્ષીય વ્યક્તિ લુમ્સની ફેક્ટરી ચલાવતો હતો
  • ધંધામાં મંદીના કારણે આર્થિક સંકડામણ વધતા આપઘાત કર્યો
  • સુરતના સરથાણામાં રત્નકલાકારે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કર્યો

વેરી બનતી આર્થિક સંકડામણ
સુરતમાં લુમ્સના કારખાનેદારે આપઘાત કર્યો. 43 વર્ષીય વ્યક્તિ લુમ્સની ફેક્ટરી ચલાવતો હતો. ધંધામાં મંદીના કારણે આર્થિક સંકડામણ વધતા આપઘાત કર્યો. સુરતના સરથાણામાં રત્નકલાકારે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કર્યો. મા, દીકરા અને દીકરીનું મૃત્યુ થયું. રાજકોટના ઘનશ્યામનગરમાં રહેતા સિકંદર નામના યુવકે આપઘાત કર્યો. તેમજ યુવકે તેની માતાને પણ ઝેર આપ્યું. યુવક આર્થિક સંકડામણ અનુભવતો હોવાનું સામે આવ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ