બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Masaba Gupta gave outstanding reply to Pak ex cricketer Ramiz Raja over critisizing Neena Gupta and ex Husband

બોલિવૂડ / ઐશ્વર્યા રાય બચ્ચન બાદ હવે નિના ગુપ્તા પર પાકિસ્તાનમાં અભદ્ર ટિપ્પણી, સ્પોર્ટમાં આવી દીકરી, આપી જડબાતોડ જવાબ

Vaidehi

Last Updated: 04:27 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઐશ્વર્યા બચ્ચન બાદ હવે પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજાએ એક્ટ્રેસ નીના ગુપ્તાનો નેશનલ ટીવી પર મજાક બનાવ્યો. જે બાદ દીકરી મસાબા ગુપ્તા રોષે ભરાઈ અને વળતો જવાબ આપ્યો. વાંચો

  • પૂર્વ પાક. ક્રિકેટર રમીઝ રાજાની અભદ્ર ટિપ્પણી
  • એક્ટ્રેસ નીના ગુપ્તા અને એક્સ પતિ પર બનાવ્યો મજાક
  • ડિઝાઈનર મસાબા ગુપ્તાએ રમીઝ રાજાની લગાડી ક્લાસ

વર્લ્ડ કપ 2023માં ઈન્ડિયાની ધમાકેદાર જીત બાદ પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડી સતત ભારતીય બોલીવુડનાં સ્ટાર્સ પર નિશાન સાધી રહ્યાં છે.  અબ્દુલ રઝાકની ઐશ્વર્યા રાય બચ્ચન પર ભદ્દી ટિપ્પણી બાદ હવે પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ રમીઝ રાજાએ એક્ટ્રેસ નીના ગુપ્તા અને તેના એક્સ પાર્ટનર તેમજ પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસનો મજાક ઊડાવ્યો હતો.

Masaba Gupta with her father Viv Richards

નીના ગુપ્તા અને તેના એક્સ પતિ પર અભદ્ર ટિપ્પણી
પાકિસ્તાનનાં ટીવી શોમાં આવેલ એક ગેસ્ટે નીના ગુપ્તા અને તેના એક્સ પતિ વિવિયન રિચર્ડસ પર રેસિસ્ટ કમેંટ કરતાં કહ્યું કે,' જે પોતાને સમજે છે મલ્લિકા-એ-આલિયા તેને મળે છે મિસ્ટર કાલિયા' ગેસ્ટની આ અભદ્ર ટિપ્પણી પર રમીઝ રાજા જોર-જોરથી હસવા લાગ્યાં. ફેન્સને રમીઝની આ હરકત પસંદ ન આવી. 

રમીઝ રાજામાં થોડું પણ ગ્રેસ નથી- મસાબા
માતા નીના ગુપ્તા અને પિતા વિવિયન પર ટિપ્પણી થયા બાદ દીકરી મસાબા ગુપ્તાએ મૌન તોડ્યું અને રમીઝ રાજાની ક્લાસ લગાડી દીધી. તેમણે કહ્યું કે રમીઝ રાજામાં થોડું પણ ગ્રેસ નથી. મસાબાએ કહ્યું કે ડિયર રમીઝ રાજા, ગ્રેસ એક એવી ક્વોલિટી છે જે કેટલાક લોકોમાં જ હોય છે. મારા પિતા, મારી માં અને મારામાં આ ક્વોલિટી ઘણી વધારે છે. પરંતુ તમારામાં કંઈ જ નથી.

મસાબાએ કહ્યું કે હવે આ મારી લડાઈ છે..
મસાબાએ કહ્યું કે દુનિયાએ જેના પર 30 વર્ષ પહેલા જ હસવાનું મૂકી દીધું હતું તેના પર તમારે પાકિસ્તાનની નેશનલ ટીવી પર હસતા જોઈને થાકી ગઈ છું. અમે ત્રણેય અમારું માથું ઊચું કરીને ચાલી રહ્યાં છીએ. મસાબાએ આ ટ્વિટ સ્ટોરી પર પોસ્ટ કરતાં આગળ લખ્યું કે હવે 2024 નજીક છે ત્યારે મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે કોણ છો. ટીવી પર મારી માતાનો મજાક બનાવવા અને રંગભેદ પર કમેંટ કરવા પર હું તમને ચોક્કસથી ફટકારીશ. આ હજુ પણ મારી લડાઈ છે!

લોકોએ રમીઝને કર્યો ટ્રોલ
સોશિયલ મીડિયા પર પર રમીઝ રાજાને આ બાબતે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. લોકો તેમની આ હરકતને શરમજનક જણાવી રહ્યાં છે.  ડિઝાઈનર મસાબા ગુપ્તાનાં આ ટ્વીટને લોકોનો ખૂબ સપોર્ટ પણ મળી રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ