બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / man of the world who beat death every time

જબરો ભાગ્યશાળી / નસીબ જોર કહેવાય સાહેબ: ટ્રેન, બસ અને ટ્રક અકસ્માતનો આ વ્યક્તિ બચ્યો, સાથેજ પ્લેન ક્રેશમાં પણ બચી ગયો

Ronak

Last Updated: 08:10 PM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિઓશિયાના રહેવાસી ફ્રેન સેલાક એટલા બધા અકસ્માતનો ભોગ બન્યા છે કે વાત ન પૂછો , જોકે દરેક અકસ્માતમાં તેમણે દર વખતે મોતને મ્હાત આપી છે. પ્લેન ક્રેશમાં પણ તેઓ નીચે ઘાસના પૂડામાં પડતા બચી ગયા છે.

  • વિશ્વનો સૌથી નસીબદાર વ્યક્તિ જેણે દર વખતે મોતને ધૂળ ચટાડી 
  • ટ્રેન અને બસ નદીમાં પડી તેમ છતા બચી ગયો 
  • પ્લેન ક્રેશમાં નીચે ઘાસના પૂડામાં પડતા મળ્યું નવું જીવન 

ક્રોઈશિયાના રહેવાસી ફ્રન સેલાકને દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ માનવામાં આવે છે. તેમના વિશે લોકોનું કહેવું છે કે તેઓ ટ્રેન અકસ્માત, પ્લેન ક્રેશ અને કાર અકસ્માત થયો હોવા છતા બચી ગયા છે. વારંવાર મોતના મુખમાંથી બહાર નીકળ્યા બાદ તેઓ વિશ્વમાં ઘણા પ્રખ્યાક થઈ ગયા છે. 

રીયલ લાઈફમાં હિરો 

ફિલ્મોમાં તમે જોયું હશે કે હિરો ગમે તેમ કરીને વાંરવાર બચી જાય છે. પરંતુ અસલ જીંદગીનાં ફ્રેન સેલાક એક માત્ર એવા માણસ છે કે જેઓ અસલ જીંદગીમાં મોતને મળીને પરત આવી જાય છે. જેથી તેમની તુલના ફિલ્મોના હિરો કરતા પણ વધારે કરવામાં આવે છે. 

1962માં થયો ટ્રેન અકસ્માત 

1929માં ફ્રેન સલાકનો જન્મ ક્રોએશિયામાં થયો હતો. તેઓ મ્યૂઝીક ટીચર તરીકે બાળકોને સંગીત શીખવાડતા હતા. 1962માં તેમની સાતે ટ્રેન અકસ્માત થયો હતો જેમા તેઓ માંડ માંડ બચ્યા હતા. તેમની ટ્રેન નદીમાં પડી ગઈ જેમા 17 મુસાફરોના મોત થયા પરંતુ તેઓ ત્યાથી બચી ગયા હતા. 

પ્લેન ક્રેશમાં નીચે ઘાસના પૂડા પર પડ્યો

તેના પછીના વર્ષે તેઓ જાગ્રેબથી રિજેકાના પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે સમયે તેમનું પ્લેન ક્રેશ થયું હતું જેમા તે સમયે પણ પ્લેનમાં સવાર 19 લોકોના મોત થયા હતા. પરંતુ તેઓ ઘાસના પુડામાં પડ્યા હતા. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. તેઓ બેભાન પડ્યા હતા જ્યારે હોસ્પિટલમાં લોકોએ સારવાર અર્થે ખસેડ્યા ત્યારે તેઓ ભાનમાં આવ્યા હતા. 

બસ નદીમાં પડી તોપણ બચી ગયો 

ત્યારબાદ તેમણે પોતાના માટે 1966માં એક બસ ખરીદી હતી જેમા તેઓ ફરતા હતા. તે બસસમાં પણ જ્યારે તેઓ સવાર હતા તે સમયે તેમની બસ નદીમાં પડી ગઈ જે અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. પરંતુ તેઓ બચી ગયા હતા 

આગની ઝપેટમાં આવ્યા પછી પણ બચી ગયો 

1973માં તેમની કારનો અકસ્માત થયો હતો. જેમા કારમાંથી પેટ્રોલ લીક થવાને કારણે તેમની કાર સળગવા લાગી હતી. તે સમયે તેઓ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. પરંતું તે અકસ્માતમાં પણ તેમનું મોત ન થયું તેઓ બચી ગયા હતા. 

હીટ એન્ડ રનમાં પણ સામે વાળાનું મોત 

1995માં તેઓ જ્યારે તેઓ પહાડી પ્રદેશમાં ફરી રહ્યા હતા. તે સમયે એક કાર તેમની નજીક આવીને તેમને ઠોકરમાંરવાની હતી. પરંતુ તેઓ ખસી ગયા અને કાર સામે દિવાલ સાથે ધડાકાર ભેર અથડાઈ અને બ્લાસ્ટ થઈ  અને તે વખતે પણ તેમનો જીવ બચી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ