બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / man and woman left pub without paying huge bill restaurant romantic dinner food wine

અઘરી નોટ / વેલેન્ટાઈન ડે પર હોટલમાં જઈ 18 હજારનું ભોજન ઝાપટી ગયા, બિલ ભર્યા વગર રફ્ફુચક્કર થતાં ફજેતો થયો

Pravin

Last Updated: 04:07 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન ડેના દિવસે એક કપલ પબમાં રોમેન્ટિક ડેટ પર ગયું હતું. આ કપલે ખાવાનું ખાધુ અને વાઈન પીધો. જેનું બિલ લગભગ 18 હજાર રૂપિયાની આસપાસ આવ્યું હતું.

  • એક કપલે પબમાં જઈને દબાઈને ખાધું
  • ખાવાનું બિલ આપ્યા વગર રફ્ફુચક્કર થયાં
  • પબ માલિકે બિલ શેર કર્યું

વેલેન્ટાઈન ડેના દિવસે એક કપલ પબમાં રોમેન્ટિક ડેટ પર ગયું હતું. આ કપલે ખાવાનું ખાધુ અને વાઈન પીધો. જેનું બિલ લગભગ 18 હજાર રૂપિયાની આસપાસ આવ્યું હતું. પણ કપલે પૈસા આપ્યા નહીં અને ત્યાંથી ભાગી નિકળ્યા. ત્યાર બાદ રેસ્ટોરંટ માલિકે ફેસબુકનો સહારો લીધો અને કપલનું બિલ સાર્વજનિક કરી દીધું.

સોશિયલ મીડિયા પર બિલ શેર કરી દીધું

સાથે જ બિલ સમયસર આપી દેવા માટે ચેતવણી પણ આપી દીધી. આ વાતની જાણકારી પોલીસને પણ આપી હતી. તો વળી સોશિયલ મીડિયા યુઝર્સ પબ માલિક પાસે માગ કરી રહ્યા છે કે, આ કપલના સીસીટીવી ફુટેજ શેર કરો.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બ્રિટેના નોર્થ યોર્કશાયરમાંથી આ મામલો સામે આવ્યો છે. જ્યાં દ મિલ નામના પબમાં આ કપલે આવો કાંડ કર્યો હતો. જે બાદ તેમનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.

આટલી વસ્તુ કરી હતી ઓર્ડર

આ કપલે થાઈ ગ્રીન કરી, 4 વાઈનની બોટલ તથા અન્ય વસ્તુઓ પણ લીધી હતી. જો કે, આ બિલ પર નામ નહોતું લખ્યું. પબ તરફથી બાદમાં કહેવામાં આવ્યું કે, આ બિલને 16 ફેબ્રુઆરીએ એક મહિલાએ આવીને ચુકવી દીધું હતું. માનવામાં આવી રહ્યું છે કે, તે યુવકની ગર્લફ્રેન્ડ જ હતી.

તો વળી પબના સ્ટાફે એવું પણ જણાવ્યું હતું કે, તેમણે સંબંધિત પુરૂષ સાથે સંપર્ક કર્યો હતો. પણ એ વ્યક્તિએ જવાબ આપ્યો કે, હાલમાં તેની પાસે પૈસા નથી અને સેલરી આવતા જ તે બિલ ચુકવી દેશે.

કપલે કરાવ્યું હતું બુકીંગ

હકીકતમાં આ સમગ્ર મામલાની શરૂઆત વેલેન્ટાઈન ડેથી થઈ હતી. જ્યારે એક કપલે રોમેન્ટીક ડેટ માટે એક ટેબલ બુક કરાવ્યું હતું. પણ કપલે બિલની ચુકવણી કરી નહીં, આ દરમિયાન પબના માલિકે તેમનું બિલ સોશિયલ મીડિયા પર શેર કરી દીધું હતું.  સાથે જ તેમણે લખ્યું હતું કે, અમે માનીએ છીએ કે, આપનાથી આ ભૂલ જાણી જોઈને થઈ નથી, પણ સાંજના 4 વાગ્યા સુધીમાં આવીને આ બિલ ચુકવી દેશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ