બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Make provision to opt for higher EPF contribution without submitting proof of prior consent: Kerala HC

રાહત / PF ખાતાધારકો માટે મોટી ખુશખબર, હાઈકોર્ટે EPFOને આપ્યો 'ખાસ ગોઠવણી' કરવાનો ઓર્ડર

Hiralal

Last Updated: 10:23 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએફ ખાતાધારકોના હિતમાં કેરળ હાઈકોર્ટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને એક મોટો ઓર્ડર કર્યો છે.

  • EPF સભ્યોના હિતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટનો ઇપીએફઓને ઓર્ડર
  • પોર્ટલમાં એક નવી ગોઠવણી કરો
  • કર્મચારીઓને પૂર્વ સંમતિના પુરાવા વિના વધારે યોગદાનનો મળી શકે વિકલ્પ 

કેરળ હાઈકોર્ટે ગુરુવારે EPF સભ્યોના હિતને ધ્યાનમાં રાખીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) ને એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે ઇપીએફઓને તેના પોર્ટલમાં એક મિકેનિઝમ મૂકવા જણાવ્યું હતું, જેથી કર્મચારીઓ અને પેન્શનરો પૂર્વ સંમતિના પુરાવા આપ્યા વિના 
વધારે પૈસા જમા કરાવવાનો વિકલ્પ પસંદ કરી શકે.

પરવાનગીના આગ્રહ વગર સ્વીકારી રહ્યાં છે ફાળો 
જસ્ટીસ ઝિયાદ રહેમાન એએ બુધવારે કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન વચગાળાનો આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉચ્ચ યોગદાનનો વિકલ્પ પસંદ કરતી વખતે, પૂર્વ સંમતિની એક નકલ આપવી પડે છે, જે ઇપીએફ યોજના, 1952 હેઠળ ફરજિયાત છે. અરજદારોએ દલીલ કરી હતી કે ઇપીએફઓએ ક્યારેય આવી પરવાનગી આપવાનો આગ્રહ રાખ્યો નથી અને તેઓ વધુ પૈસા સ્વીકારી રહ્યા છે.

ઓનલાઈન ફોર્મમાં કોલમ ભરી શકતા નથી
અરજદારોએ કહ્યું કે તેઓ આ નિયમને કારણે ઓનલાઇન ફોર્મમાં તે કોલમ ભરી શકતા નથી અને તેઓ પૂર્વ સંમતિના પુરાવા વિના તેને સબમિટ કરી શકતા નથી. જો તેઓ 3 મેની છેલ્લી તારીખ પહેલા આવું નહીં કરે તો તેઓ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. સુપ્રીમ કોર્ટે વધુ યોગદાનનો વિકલ્પ પસંદ કરવા માટે 3 મે સુધીનો સમય આપ્યો છે.

પોર્ટલ બદલી ન શકાય તો ઓફલાઇન અરજીઓ સ્વીકારવાની જોગવાઈ કરો 
ઈપીએફઓએ આ દલીલોનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે લાભ મેળવવા માટે આગોતરી જરૂરિયાત એ "મહત્વપૂર્ણ આવશ્યકતા" છે. તમામની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે કહ્યું હતું કે, અરજદારોને વચગાળાની રાહત મળવી જોઇએ. કોર્ટે કહ્યું કે, જો પોર્ટલ બદલી ન શકાય તો ઓફલાઇન અરજીઓ સબમિટ કરવા જેવા અન્ય વિકલ્પો ઉપલબ્ધ કરાવવા જોઇએ. હાઈકોર્ટના 12 એપ્રિલના આદેશની તારીખથી 10 દિવસની અંદર તમામ કર્મચારીઓ અને પેન્શનરોને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ