બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / make eggless bajra cake recipe joe biden dinner for pm modi

તમારા કામનું / વ્હાઇટ હાઉસમાં PM મોદી માટે તૈયાર કરાયેલ આ રેસિપી ઘરે બનાવવી બિલકુલ સરળ, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

Arohi

Last Updated: 10:53 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bajra Cake Recipe: મેદા અને ઘઉંના લોટની જેમ જ બાજરીના લોટની કેક પણ બની શકે છે. જો બાઈડને પોતાના ખાસ ડિનરમાં આ કેક સર્વ કરી હતી. જેને ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે.

  • જો બાઈડને ડિનરમાં સર્વ કરી હતી બાજરીની કેક
  • PM મોદી માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી આ કેક 
  • આ રેસિપીને ઘરે બનાવવી બિલકુલ સરળ 

અમેરિકાની યાત્રા પર ગયેલા PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના ખાસ મહેમાન બન્યા. PM મોદીના સન્માનમાં વ્હાઈટ હાઉસમાં થયેલા ડિનરમાં ઘણી ખાસ વાનગીઓ સર્વ કરવામાં આવી. તેમાંથી એક છે બાજરીની કેક. PM મોદી પોતે આખા અનાજને ખૂબ જ પ્રોત્સાહન આપે છે જેથી લોકો તેમાં રહેલું પોષણ લઈ શકે. 

આ આખા અનાજમાંથી એક બાજરીના કેકની પણ ડિનરમાં ખૂબ ચર્ચા થઈ. આ કેકને તમે ખૂબ સરળતાથી ઘર પર બનાવી શકો છો. આમ તો બાજરીની કેક ખૂબ અલગ અલગ રીતે બનાવી શકાય છે પરંતુ અહીં અમે તમને એગલેસ બાજરીની કેક રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. 

આ સામગ્રીઓથી તૈયાર થાય છે કેક

  • 3/4 કપ બાજરી
  • ½ કપ દૂધ
  • 250 ગ્રામ ખજૂર
  • સવા કપ ઓટ્સ
  • બેકિંગ પાવડર, એસેન્સ

બાજરીની કેક બનાવવાની રેસિપી 

  • જે રીતે કેક બનાવવા માટે ઓવનને પ્રીહીટ કરવામાં આવે છે. તે રીતે ઓવનને પ્રીહીટ થવા મુકી દો. 
  • એક પેનમાં તેને બાજરીનો લોટ મિક્સ કરો. ઓટ્સના નાના પીસ કરી ઓટ્સ પણ બાજરીની સાથે સારી રીતે મિક્સ કરી લો. તેમાં બેકિંગ પાઉડર મિક્સ કરો. યાદ રહે કે બેકિંગ પાઉડર તમે ચાળીને મિક્સ કરો. 
  • ખજૂરના બીજ કાઢીને તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. આ એક પેસ્ટની રીતે તૈયાર થઈ જશે હવે તેને દૂધમાં સારી રીતે મિક્સ કરી લો. 
  • હવે બાજરી અને ઓટ્સના લોટમાં ખજૂર મિક્સ કરી દૂધ મિક્સ કરી અને એક ફોર્કની મદદથી બધી વસ્તુઓ મિક્સ કરી લો. 
  • જ્યારે કેકના જોવું બેટક તૈયાર થઈ જાય તો એસેન્સ મિક્સ કરીને તેને હાથથી મિક્સ કરો. 
  • તમે વધારે સોફ્ટ કેક બનાવવા માંગતા હોવ તો તેમાં થોડુ દહીં મિક્સ કરી શકો છો. 
  • આ બેટરને ગ્રીસ કરેલા પેનમાં નાખીને ઓવનમાં રાખો અને ઓછામાં ઓછા વીસ મિનિટ સુધી રાંધવા દો. 
  • જ્યારે કેક ઠંડી થઈ જાય તો તેને પેનતી કાઢીને સર્વ કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ