બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Major victory for Israel in Maidan-e-Jang: Commander-in-Chief of Hamas' military wing killed

BIG BREAKING / મેદાન-એ-જંગમાં ઈઝરાયલને મોટી સફળતા: હમાસના સૈન્ય શાખાનો કમાન્ડર-ઇન-ચીફ ઠાર, ડેપ્યુ. કમાન્ડરની ધરપકડ

Priyakant

Last Updated: 12:55 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War News: ઇઝરાયલી દળો દ્વારા આતંકવાદી સંગઠનના ઘણા ઓપરેશનલ હેડક્વાર્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યા

  • પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ મોટા સમાચાર 
  • ઇઝરાયલી દળોએ હમાસના નૌસેના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો
  • આતંકવાદી સંગઠનના હેડક્વાર્ટર પર બોમ્બ ધડાકા 

Israel Hamas War : પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલની સેનાને પહેલી મોટી સફળતા મળી છે. વાત જાણે એમ છે કે, ઇઝરાયલી દળોએ હમાસના નૌસેના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો હતો. તે મોહમ્મદ અબુ અલીની બ્રિગેડ હતી જેણે ઇઝરાયલી મ્યુઝિક ફેસ્ટિવલ પર ભયાનક હુમલો કર્યો હતો. આતંકવાદી સંગઠન હમાસનો ટોચનો કમાન્ડર જ્યાં યુદ્ધ ચલાવી રહ્યો હતો તે બિલ્ડિંગ પર ઈઝરાયેલની વાયુસેનાએ પણ બોમ્બ ફેંક્યો છે.

આતંકવાદી સંગઠનના હેડક્વાર્ટર પર બોમ્બ ધડાકા 
આતંકવાદી સંગઠનના ઘણા ઓપરેશનલ હેડક્વાર્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. વાયુસેનાએ હમાસ કમાન્ડર મુહમ્મદ કાસ્તાની ઓફિસ પર પણ બોમ્બ ફેંક્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ હમાસના નૌકાદળ સાથે સંકળાયેલા હતા. આ પછી ઇઝરાયલી દળોએ હમાસના નેવલ કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો હતો. ઈઝરાયેલના સંગીત સમારોહ પર થયેલા ભયાનક હુમલા માટે મોહમ્મદ અબુ અલી જવાબદાર હતો.

ઈઝરાયેલની વાયુસેનાએ શું કહ્યું ? 
ઈઝરાયેલની વાયુસેનાએ માહિતી આપી છે કે, આ સિવાય જબાલિયા વિસ્તારમાં હમાસની એક ઓપરેશનલ ઈમારતને પણ ઉડાવી દેવામાં આવી હતી જે એક મસ્જિદની વચ્ચે હતી. હમાસ ઇન્ટેલિજન્સ દ્વારા ઉપયોગમાં લેવાતી મિલકતને પણ ઇઝરાયેલી એરફોર્સ દ્વારા કાટમાળમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત 
યુદ્ધના બીજા દિવસે ઈઝરાયેલની સેના અને આતંકી સંગઠન હમાસ વચ્ચેની અથડામણથી દેશભરના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે. ઈઝરાયેલ પરના સૌથી ઘાતક હુમલામાં ઈઝરાયલી સૈનિકો સહિત ઓછામાં ઓછા 700 લોકો માર્યા ગયા છે અને 1,900થી વધુ ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં, ઇઝરાયેલના વળતા હુમલા પછી 450 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 2,300 ઘાયલ થયા હતા, જેના કારણે મૃત્યુની કુલ સંખ્યા 1,000 થી વધુ થઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ