રાજ્યમાં આજે 5 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. જો જિલ્લા વાઇઝ કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2, વડોદરામાં 1 ઓમિક્રોન કેસ, મહેસાણામાં 1, પોરબંદરમાં 1 ઓમિક્રોન કેસ નોંધાતા હવે કુલ આંકડો 78 સુધી પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં 78માંથી 24 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પર પરત ફર્યા છે. ગઈ કાલે 24 કેસ સામે આવ્યા હતા તે જોતાં આજે આવેલા ઓમિક્રોનના કેસ ઘણા ઓછા છે પણ ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં સદીની નજીક ઓમિક્રોન વેરિઅન્ટના કેસોનો આંકડો પહોંચી રહ્યો છે.
5 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ ડબલ
તારીખ
એક્ટિવ કેસ
28 ડિસેમ્બર
1420
27 ડિસેમ્બર
1086
26 ડિસેમ્બર
948
25 ડિસેમ્બર
837
24 ડિસેમ્બર
694
છેલ્લા 24 કલાકમાં 394 કેસ
ગુજરાતમાં કોરોના કેસોએ મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરાનાના વધુ 394 કેસ નોંધાતા સરકારની ઉંધ ઊડી છે. અમદાવાદમાં સૌથી વધુ 182 કોરોના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 59 લોકો સાજા થયા છે જ્યારે ખેડાના 1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. એક્ટિવ કેસોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ઘણા દિવસ બાદ 1420 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. 16 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધી 10,115 દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે તો 8,18,422 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે હેમખેમ પરત ફર્યા છે. રાજ્યભરમાં આજે 2.22 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે.
અમદાવાદ શહેર 178 કેસ સાથે પ્રથમ, સુરતમાં અડધી સદીએ પહોંચ્યો કોરોના
અમદાવાદ શહેર 178, સુરત શહેર 52, રાજકોટ શહેર 35, વડોદરા શહેર 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર શહેર 7, ખેડા 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર શહેર 3, દ્વારકા 2, જૂનાગઢ શહેર 2, મહિસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર શહેર, ગીરસોમનાથ, પંચમહાલ, પોરબંદર, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. અરવલ્લી, બોટાદ, છોડા ઉદેપુર, દાહોદ, ડાંગ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નર્મદા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી.