બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Mahaveer Jayanti 2023 know worshipping blessings of happiness and prosperity

ધર્મ / મહાવીર જયંતી પર આ રીતે કરો પૂજા તો મળશે સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Arohi

Last Updated: 07:15 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahaveer Jayanti 2023: ભગવાન મહાવીર જયંતીના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.30થી 8 વાગ્યા સુધી, ત્યાર બાદ 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી અને શોભા યાત્રાનો સમય 3.30 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી રહેશે.

  • મહાવીર જયંતી પર આ રીતે કરો પૂજા 
  • મળશે સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ 
  • જાણો શુભ મુહૂર્ત વિશે 

મહાવીર જયંતીને જૈન સમાજ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જૈન સમાજના લોકો સવારે ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરે છે અને ખૂબ ધૂમધામથી આ જયંતીને ઉજવે છે. મહાવીર જયંતી ચૈત્ર શુક્લ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. 

જણાવી દઈએ કે જૈન સમાજના બધા તહેવાર દિવસમાં ઉજવવામાં આવે છે. એટલે કે સૂર્ય ઉદયના બાદ તહેવારોને ઉજવાવામાં આવે છે. આ વર્ષે, ચાર એપ્રિલે પહેલી તેરસની ઉદિયા તિથિ ઉજવવામાં આવી રહી છે. આજ કારણ છે કે 4 એપ્રિલે આ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવશે. 

મહાવીર જયંતી પર કાઢવામાં આવે છે ભવ્ય શોભા યાત્રા 
મહાવીર જયંતીના દિવસે સમાજ દ્વારા સવારથી લઈને બપોર સુધી પૂજા-પાઠનું કાર્ય ચાલે છે. ત્યાર બાદ સાંજના સમયમાં ભગવાન મહાવીરની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવે છે જેમાં જૈન સમાજના બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા જ ઉત્સાહ પૂર્વક શામેલ થાય છે. 

2621 વર્ષ પહેલા થયો હતો મહાવીર સ્વામીનો જન્મ 
જૈન સમાજના પંડિત મહેશ કુમાર જૈને જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીજીનો જન્મ આજથી 2621 વર્ષ પહેલા બિહારના વૈશાલીમાં થયો હતો. જ્યારે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો ત્યારે દેવોએ આવીને તેમનો જયજયકાર કર્યો હતો. 

ઈંદ્ર પોતાના એરાવત હાથી પર બેસીને આવ્યા હતા અને ભગવાન મહાવીરને તેના પર બેસાડી પાંડૂપ શિલામાં લઈ ગયા હતા. ત્યાં તેમનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. 

જાણો શુભ મુહૂર્ત
ભગવાન મહાવીર સ્વામી જયંતીના દિવસે તેમની પૂજા-પાઠનું શુભ મુહૂર્ત સવારે 6.30 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેના બાદ 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી અને શોભા યાત્રાનો સમય 03.30થી 5.30 વાગ્યા સુધી રહેશે. 

આ સમયે જો ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના કરવામાં આવે તો આપણા જીવનમાં રિદ્ધિ-સિદ્ધિ સંપન્નતા આવશે. સાથે જ આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. 

અભિષેક બાદ માંગલિક વસ્તુઓનો ચડાવો 
જ્યારે આપણે મહાવીર સ્વામીનો અભિષેક કરીએ છીએ તો તેના બાદ માંગલિક વસ્તુઓના ઉપાયો કરવામાં આવે છે. તે માંગલિક વસ્તુઓમાં ચોખાને પીળા કરી લેવામાં આવે છે તેને પુષ્પ કહેવામાં આવે છે. એવી જ રીતે નારિયેળને નૈવેદ્ય કહેવામાં આવે છે. 

નારીયેળની કાછલીને પાળી કરી તેને આપણે દિવો કરીએ છીએ. લવિંગના ટકડાને આપણે ધૂપ કહીએ છીએ. બદામ, ફળ વગેરે સામગ્રી મળવા પર તેને આપણે અર્ધ કહીએ છીએ. તેને જળ, ચંદન વગેરે આઠ દ્રવ્યોથી ભગવાન મહાવીરની આરાધના કરીએ છીએ. જે મંગળ દ્રવ્ય કહેવાય છે. આ મંગળ દ્રવ્ય આપણે ભગવાન મહાવીરને સમર્પિત કરીએ છીએ.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ