બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:53 PM, 16 March 2024
માત્ર બર્ફીલા પ્રદેશોમાં જ સફરજન ઉગે તે માન્યતાને મહારાષ્ટ્રના સાતારાના એક ખેડૂતે ખોટી સાબિત કરી છે. જેણે શુષ્ક વિસ્તારમાં પણ સફરજનની ખેતી શરૂ કરીને લાખોની કમાણી શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
સાતારા જિલ્લામાં આવેલા માન તાલુકાના જાલિંદર દડસ નામના ખેડૂતે તેના ગામમાં સફરજનની ખેતી શરૂ કરી છે. યુટ્યુબમાં સફરજનની ખેતીની જાણકારી મેળવીને તેને વિવિધ સ્થળોએથી સફરજનના છોડ મંગાવ્યા હતા. શરૂઆતમાં કાશ્મીર, રાજસ્થાન તથા હોલેન્ડ અને ઈટાલી એમ વિદેશથી પણ છોડ મંગાવ્યા હતા.

ADVERTISEMENT
વાંચવા જેવું: દેશમાં આચાર સંહિતા લાગુ, જાણો હવે શું-શું બદલાવ થશે? સમજો એક એક પોઇન્ટમાં
ADVERTISEMENT
આ ખેડૂતે એક એકરમાં 500થી વધુ સફરજનના વૃક્ષો વાવ્યા છે. સફરજનની ખેતીમાંથી તેને દર મહિને 50 થી 60 હજાર રૂપિયાનો નફો થઈ રહ્યો છે. વાર્ષિક ઉત્પાદન 6 થી 7.5 લાખ રૂપિયાનું થાય છે. આ ખેડૂતે જણાવ્યુ હતુ કે, સફરજનના પાકમાં ઓર્ગેનિક છાણના ખાતરનો ઉપયોગ કરવાથી ફળનો સ્વાદ સુધરે છે આ સિવાય સમયાંતરે સ્પ્રેનો છંટકાવ કરવો પણ જરૂરી છે.આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો દાડમની ખેતી કરે છે. પરંતુ જાલિંદર દડસ નામના ખેડૂતે સફરજનની સફળતાપૂર્વક ખેતી કરીને આ વિસ્તારના અન્ય ખેડૂતોને પણ ભવિષ્યમાં સફરજનની ખેતી કરવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યુ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.