બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahadev Giri Bapu's statement on the clash in the Dattatreya temple in Girnar, Junagadh

જૂનાગઢ / 'જૈનો લાડુ ધરવાના અને પૂજાને બહાને છમકલા કરે છે' ગિરનાર દત્તાત્રેય શિખર વિવાદ પર બોલ્યાં મહાદેવ ગીરી બાપુ

Dinesh

Last Updated: 07:49 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news : મહાદેવ ગીરી બાપુએ જણાવ્યું કે, જૈનો લાડુ ધરવાના અને પૂજાના બહાને એવું છમકલું કરવામાં આવે છે, તેમજ સરકાર ઝડપથી ફરિયાદ લઇ અશાંતિ ફેલવાનારની ધરપકડ કરે તેવી માગ કરી

  • જૂનાગઢ દત્તાત્રેય હિન્દુ-જૈન વિવાદ
  • મહાદેવ ગીરી બાપુનું નિવેદન
  • 'પૂજાના બહાને એવું છમકલું કરવામાં આવે છે'

જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યો છે. થોડા દિવસ અગાઉ કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ 'ગિરનાર અમારો છે' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. જે મામલે સંતો ઉગ્ર બન્યા છે અને ગિરનાર મંડળના સંતોની બેઠક મળી હતી. જે સમગ્ર બાબતને લઈ મહાદેવ ગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે. 

મહાદેવ ગીરી બાપુનું નિવેદન
ગિરનાર દત્તાત્રેય શિખર વિવાદ મામલે મહાદેવ ગીરી બાપુએ જણાવ્યું કે, જૈનો લાડુ ધરવાના અને પૂજાના બહાને એવું છમકલું કરવામાં આવે છે. વધુમાં કહ્યું કે, ભીમ કુંડમાં હિન્દુ ધર્મના પ્રાચીન નાગબાઈના મંદિરને પણ જૈન સમાજની સંસ્થાએ અમારા સમપ્રદાયને ઠેસ પહોંચાડી હતી. મહાદેવ ગીરી બાપુએ પોલીસ પ્રશાસન અને સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. તેમજ સરકાર ઝડપથી ફરિયાદ લઇ અશાંતિ ફેલવાનારની ધરપકડ કરે તેવી પણ માગ કરી છે. સંતોની ગિરનારમાં મળેલી આ બેઠકમાં ગિરનારના સંતો મહંતો તેમજ મહારાષ્ટ્રના સંતો,  જૂના અખડા, અગ્નિ અખાડા, અટલ અખાડાના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતાં.  

શું બની હતી સમગ્ર ઘટના ?
આપને જણાવી દઈએ કે, કોઈ જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો મચાવ્યો હતો અને ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જૈન સંઘના કૃત્યથી સાધુ-સંતો અને ભવનાથના સંતો લાલઘુમ થયા છે. 

ગિરનારમાં દત્તાત્રેય શિખરનો વિવાદ શું છે?
ગિરનારમાં દત્તાત્રેય શિખરને લઈને ચાલી વિવાદ ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર પર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈન માને છે શિખર પર જે પગલા છે તે નેમીનાથના છે. દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં બંને પક્ષે સામસામે દાવો પણ કર્યો છે. કોર્ટે વિવાદાસ્પદ પ્રવૃત્તિ ન કરવા હુકમ કર્યો છે. કોર્ટે જૈનને પૂજા કરવાની સત્તા આપી નથી. સદીઓથી હિન્દુ સંસ્થા દત્તાત્રેય શિખર પર પૂજા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ