બ્રેકિંગ ન્યુઝ
VTV / Madhya Pradesh: Rajjan Khan enters Bageshwar Dham temple with desi pistol and ammunition, arrested
Hiralal
Last Updated: 03:53 PM, 20 June 2023
ADVERTISEMENT
મધ્યપ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામમાંથી પોલીસે રાજજન ખાન નામના શખ્સની ધરપકડ કરી છે. તે દેશી બનાવટની પિસ્તોલ લઈને ફરી રહ્યો હતો ત્યારે ભક્તોએ તેને જોયો. તેમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હથિયાર સાથે યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે તલાશી લેતા તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને કારતૂસ મળ્યાં
ભક્તોએ પોલીસને જણાવ્યું કે બાગેશ્વર ધામ મંદિરના પરિક્રમા રૂટ પર એક વ્યક્તિ ફરી રહ્યો હતો. તે હથિયાર લઇને જતો જોવા મળી રહ્યો છે. આ સાંભળીને બામિથા પોલીસ સ્ટેશનની પોલીસ બાગેશ્વર ધામ પહોંચી હતી અને યુવકને પોતાના કબ્જામાં લીધો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.
ADVERTISEMENT
👉#छतरपुर#बागेश्वर धाम में देशी कट्टा लेकर घूम रहा था युवक
— Madhya Bharat News (@mbdigitalnews) June 20, 2023
मंदिर के परिक्रमा मार्ग पर घूम रहा था रज्जन खान
भक्तों की सूचना पर बमीठा थाना पुलिस ने युवक को पकड़ा
शिवपुरी जिले के इंद्रपुरी कॉलोनी का रहने वाला है युवक@MPPoliceDeptt @SpChhatarpur #MPNews #MadhyaBharatNews pic.twitter.com/HuyVPRSYNt
કોણ છે જાણવા પોલીસ તેના ઘેર પહોંચી
પોલીસના જણાવ્યા અનુસાર યુવક શિવપુરી રહેવાસી છે. તે કોણ છે અને શા માટે પિસ્તોલ લઈને બાબા બાગેશ્વર ધામ આવ્યો હતો તે જાણવા માટે પોલીસે તેના ઘેર પણ પહોંચી છે. યુવક બાગેશ્વર ધામમાં કયા હેતુથી આવ્યો હતો? પિસ્તોલ ક્યાંથી આવી તેનીમાહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દેશી પિસ્તોલ રાખવી ગેરકાયદેસર છે તેનું લાઈસન્સ નથી મળી શકતું. આ હથિયાર સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો કોઈ રાખે તો તેને ગુનો માનવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક સ્થળે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર હથિયારોની મંજૂરી નથી.
કોણ છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમના પર મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિના ઉપાધ્યક્ષ શ્યામ માનવે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેક હિન્દુ સંગઠનોએ ટેકો આપ્યો હતો. તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ બિહાર અને ગુજરાતમાં પોતાનો દિવ્ય દરબાર સ્થાપ્યો છે. બિહારમાં લાખો શ્રદ્ધાળુઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ ઘણી વખત વ્યક્ત કરી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.