બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / madhya pradesh raid video on retired storekeeper property

શૉકિંગ / 45 હજાર સેલેરીવાળા ઘરમાં લાખોનું તો ઝૂમર, રેડ કરી તો 20 લાખ રોકડા-46 લાખના ઘરેણાં મળ્યા: અધિકારીઓ પણ ચોંકી ગયા

Arohi

Last Updated: 04:31 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh: ઘરની અંદર મોડ્યુલર કિચન, લાખો રૂપિયાની કિંમત વાળુ ઝુમર, ફ્રિઝ, ટીવી ઉપરાંત કિંમતી સોફા અને શોકેસ પણ મળી આવ્યા હતા.

  • મધ્ય પ્રદેશના રિટાયર્ડ સ્ટોર કિચરના ઘરે રેડ 
  • 20 લાખ રોકડા-46 લાખના ઘરેણાં મળ્યા
  • અધિકારીઓ પણ જોઈ ચોંકી ગયા

મધ્ય પ્રદેશમાં એક રિટાયર્ડ સ્ટોર કિપરના ઘરે લોકાયુક્તે 8 ઓગસ્ટએ દરોડા પાડ્યા હતા. જેમાં 10 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ, 46 લાખના દાગીના, મોંઘી ઘડિયાળ અને લગભગ 20 લાખ રૂપિયા કેશ મળ્યા છે. આરોપી પહેલા રાજગઢ જિલ્લા હોસ્પિટલમાં સ્ટોર કિપરના પદ પર હતા. તેમની સેલેરી તે સમયે 45 હજાર રૂપિયા હતી. 

આવક કરતા વધારે સંપત્તિ 
અશફાક અલી પહેલા રાજગઢ જિલ્લા હોસ્પિટલમાં સ્ટોર કિપરના પદ પર કામ કરતા હતા. તેમના વિરૂદ્ધ આવકથી વધારે સંપત્તિ મળવાનો આરોપ છે. અશફાકના વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેટળ કેસ નોંધવામાં આવ્યો છે. 

અત્યાર સુધીની તપાસમાં અશફાક અલી તેમના દિકરા ઝીશાન અલી, શારિક અલી, દિકરી હિના કૌસર અને પત્ની રશીદા બીના નામ પર 16 અચલ સંપત્તિઓની ખરીદીનો રેકોર્ડ પણ મળ્યો છે. તેની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. 50થી વધારે અન્ય અચલ સંપત્તિઓની જાણકારી ભેગી કરવામાં આવી રહી છે. 

છાપેમારીમાં મળી આટલી સંપત્તિ 
રિપોર્ટ અનુસાર પોલીસે 8 ઓગસ્ટે લટેરી અને ભોપાલમાં એક સાથે કાર્યવાહી કરી છે. લોકાયુક્ત ભોપાલની બે ટીમો અશફાક અલીના ગ્રીન વેલી કોલોની ભોપાલ સ્થિત ઘર અને લટેરી સ્થિત ઘર પર છાપેમારી કરી છે. 

અત્યાર સુધી કાર્યવાહીમાં લટેરીમાં લગભગ 1 એકર જમીન પર ચાર બિલ્ડિંગ, 14 હજાર વર્ગફૂટનું શોપિંગ કોમ્પ્લેક્સ અને લગભગ 2500 વર્ગફૂટનું આલીશાન મકાન બનાવવાની યોજના હતા. 

ઘરમાં લાખોનો સામાન 
રિપોર્ટ અનુસાર અશફાકના ભોપાલના એરપોર્ટ રોડ વાળા ઘર પર જ્યારે રેડ કરવામાં આવી તો તેની અંદર મોંઘો સામાન હતો. ઘરની અંદર મોડ્યુલર કિચન, લાખો રૂપિયાનો સામાન, ફ્રિઝ, ટીવીના ઉપરાંત કિમતી સોફા અને શોકેસ હતા. છાપેમારીમાં લગભગ 46 લાખના દાગીના, મોંઘી ઘડિયાળ અને લગભગ 20 લાખ કેશ મળ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ