બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / madhya pradesh minister narottam mishra statement on shah rukh khan and aamir khan puja archana

બોલીવુડ / સૌને પૂજા કરવાનો અધિકાર પણ....: શાહરૂખ-આમિરને લઇ ભાજપના મંત્રીનું ચોંકાવનારું નિવેદન, જુઓ શું કહ્યું

Premal

Last Updated: 02:48 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનના વૈષ્ણો દેવી મંદિર જવા અને આમિર ખાનની પૂજા અર્ચના પર મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાનુ નિવેદન સામે આવ્યું છે.

  • શાહરૂખ-આમિરની પૂજા પર MPના ગૃહ મંત્રીનુ નિવેદન
  • બધાને પોતાની આસ્થા મુજબ પૂજાનો અધિકાર
  • પરંતુ કોઈએ કોઈની લાગણી ના દુભાવવી જોઈએ

અભિનેતાઓની પૂજા-અર્ચના પર MPના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનુ નિવેદન

આમિર ખાન અને હિન્દી સિનેમાના કિંગ શાહરૂખ ખાન હાલમાં પૂજા-અર્ચના કરતા દેખાયા. આમિરની તસ્વીરો આવી હતી. જેમાં તેઓ ઓફિસમાં કળશ પૂજા કરી રહ્યાં હતા. જ્યારે થોડા દિવસ પહેલા શાહરૂખ ખાન કટરામાં વૈષ્ણો દેવી માતાના દરબારમાં દર્શન કરવા ગયા હતા. આ બંને અભિનેતાના પૂજા-અર્ચના બાબતે મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે બધાને પોતાની આસ્થા મુજબ પૂજાનો અધિકાર છે, પરંતુ કોઈની લાગણીને દુભાવી ના જોઈએ. 

સમાજ જાગૃત થયો છે: નરોત્તમ મિશ્રા 

એક પત્રકાર પરિષદ દરમ્યાન ગૃહ મંત્રીને સવાલ થયો કે શાહરૂખ વૈષ્ણો દેવી ગયા અને આમિર પૂજા કરતા દેખાયા, જવાબમાં નરોત્તમ મિશ્રાએ કહ્યું, સમાજ હવે જાગૃત થયો છે. આ વાત હવે આ બધાને સમજમાં આવી ગઇ છે તો સારું છે. બધાને પોતાની આસ્થા મુજબ પૂજા કરવાનો અધિકાર છે. જેની આસ્થા જેમાં છે, તેઓ તેમની પૂજા કરે, પરંતુ કોઈની લાગણી ના દુભાવે. માત્ર એટલી જ વાત છે. 

શાહરૂખ અને આમિરની તસ્વીરો થઇ હતી વાયરલ 

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા શાહરૂખ ખાનના અમુક વીડિયો અને તસ્વીરો સામે આવી હતી. જેમાં તેઓ વૈષ્ણો દેવી મંદિરમાં ગયા હતા. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું હતુ કે શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણની સફળતાની દુઆ માંગવા પહોંચ્યા હતા. તો આમિર ખાને પણ હાલમાં પોતાની ઓફિસમાં પૂજા કરી હતી અને માથા પર ચાંલ્લો કર્યો હતો. આ બંને સેલિબ્રિટીઓની તસ્વીરોને પ્રશંસકોએ ખૂબ પસંદ કરી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ