બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Love triangle murder game in Gandhinagar, young man working in secretariat killed, body found in Jaspur canal

ભેદ ઉકેલાયો / ગાંધીનગરમાં પ્રણય ત્રિકોણમાં ખુની ખેલ, સચિવાલયમાં કામ કરતા યુવાનની હત્યા, જાસપુર કેનાલમાંથી મળી લાશ

Vishal Khamar

Last Updated: 05:38 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરનાં સચિવાલયનાં નાયબ સચિવનાં PA નું બે શખ્સો દ્વારા ગળે ટૂંપો આપી હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યારે આ બાબતે પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી.

  • ગાંધીનગરમાં રોહિત સિસારા નામના યુવકની હત્યા
  • 2 શખ્સોએ અપહરણ કરી ગળેટૂંપો આપી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો
  • મૃતક અને આરોપીનું એક જ યુવતી સાથે અફેર હતું: જિલ્લા પોલીસ વડા

 મળતી માહિતી મુજબ મૂળ મહુવાનાં ભાદ્રોડ ગામનો રહેવાસી અને ગાંધીનગર ખાતે સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર  મહિલા બાળ કલ્યાણ વિભાગનાં નાયબ સચિવના PA તરીકે ફરજ બજાવતા રોહિત સિસારાને કેટલાક શખ્શો દ્વારા ગળે ટૂંપો આપી તેનાં મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

બે આરોપીઓની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી
રોહિત સિસારા તા. 20 ડિસેમ્બરનાં રોજ એકાએક ગુમ થઈ ગયો હતો. આ સમગ્ર મામલે એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને તપાસમાં સીસીટીવી મળ્યા હતા. જે સીસીટીવીની તપાસમાં રોહિત સિસારાનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસનાં ચક્રોગતિમાન કરતા વધુ બે આરોપીઓની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરતા સમગ્ર હત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે ત્રિકોણીયા પ્રેમ પ્રકરણમાં સામે આવ્યું હતું. જેમાં મૃતક અને આરોપીનું એક જ યુવતી સાથે અફેર હતું. 

મૃતકની બહેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
આ સમગ્ર મામલે જૂના સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસની કચેરીમાં સેવિકા તરીકે નોકરી કરતા રોહિતની બહેન દક્ષાબેબે સેક્ટર-7 પોલીસ મથકમાં રોહિત સિસારાની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.  ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ  હાથ ધરતી યુવકનુ ટુ વ્હીલર સેક્ટર 11 રામકથા મેદાન પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. અને ત્યારે બાદ જાસપુર કેનાલમાંથી ગળાનાં ભાગે ટૂંપો આપી દીધેલ તેમજ હાથ પગ દોરડું બાંધેલ અજાણ્યા યુવકની લાઘ મળી આવતા આ બાબતે સાંતેજ પોલીસે  તપાસ શરૂ કરી હતી. 

રવિ તેજા વાસમ શેટ્ટી (જીલ્લા પોલીસ વડા, ગાંધીનગર)

બંનેને એક જ યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યુંઃ રવિ તેજા વાસમ શેટ્ટી (જીલ્લા પોલીસ વડા, ગાંધીનગર)
આ બાબતે ગાંધીનગર જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સેક્ટર 7 એક અપહરણ અને મર્ડરનો બનાવ બન્યો છે. જેમાં બે આરોપીઓ રાજ વિક્રમસિંહ અને બીજો ધવલ રાઠોડ  આ બંને આરોપીઓએ મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કામ કરતા રોહિતને બોલાવ્યો હતો.  જે બાદ તેને ગાડીમાં બેસાડ્યો હતો. અને ગાડીમાં જ રોહિત સાથે મારઝુડ કરી તેનું ગળુ દબાવી તેનાં હાથ પગ બાંધી  તેનાં મૃતદેહને નર્મદા કેનાલમાં ફેંક્યો હતો. અમને કાલે મૃતદેહ સાંતેજ સાયફન કેનાલ પાસેથી મળી આવી હતી. ત્યારે બાદ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરતા તેઓએ જણાવ્યું હતું કે,  રોહિત તેમજ મુખ્ય આરોપી રાજ ચૌહાણ આ બંનેને એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો. એ યુવતીનાં ચક્કરમાં આ સમગ્ર બનાવ બન્યો છે. 

રાજ અને રોહિત બંને એકબીજાને ઓળખતા હતા
રાજ અને રોહિત બંને એકબીજાને ઓળખતા હતા. બંને અલગ અલગ ઓફીસમાં કામ કરી રહ્યા છે. રોહિત મહિલા અને બાળ વિકાસની કચેરીમાં કામ કરતો હતો. જ્યારે રાજ ફ્રૂડ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે. ત્યારે ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન તેમજ હ્યુમન ઈન્ટેલીઝન્સનો ઉપયોગ કરીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ