બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Love triangle: 8-year-old lover killed by drinking beer, whole conspiracy with new lover

SHORT & SIMPLE / પ્રણય ત્રિકોણઃ 8 વર્ષ જૂના પ્રેમીની બિયર પીવડાવી હત્યા, નવા પ્રેમી સાથે મળીને રચ્યું સમગ્ર ષડયંત્ર

Vishal Khamar

Last Updated: 10:34 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં તેજગઢ પાસેની રાયપુર કેનાલમાંથી મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. યુવકની હત્યા પાછળ તેની પ્રેમિકા અને નવો પ્રેમીનો હાથ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

  • પ્રણય ત્રિકોણમાં પ્રેમીકાએ પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું
  • જુના પ્રેમીને ‌બિયર પીવડાવીને પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી કરી હત્યા 
  • પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા

ગત સપ્તાહમાં વડોદરાના જેતપુર-પાવી તાલુકાના તેજગઢ પાસેની રાયપુર કેનાલમાંથી મળેલી યુવકની લાશનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. યુવકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જેની પાછળ તેની પ્રેમિકાએ અને નવો પ્રેમી હોવાનું સામે આવ્યું છે. મોટી દુમાલીના નીલેશભાઈ ઈશાકભાઈની લાશ રાયપુર પાસેની કેનાલમાંથી મળી હતી. નીલેશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જ્યાં તેનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતકના ભાઈ પ્રકાશે અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકીની વાત જણાવતાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. નીલેશને બિયર પીવડાવીને નશામાં ચકનાચૂર કરી દીધો હતો. ત્યાર બાદ બંનેએ ભેગા મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ