બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / lord shiva favourite zodiac signs

શ્રાવણ 2023 / આ ત્રણ રાશિના જાતકો પર રહે છે ભોળાનાથની વિશેષ કૃપા, રાશિ અનુસાર જાણો તમારે કઈ વસ્તુનો કરવો જોઈએ અભિષેક

Bijal Vyas

Last Updated: 08:23 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણનો મહિનો મહાદેવને ખૂબ જ પ્રિય છે અને શિવભક્તોને આ આખો મહિનો ભક્તિ અને આસ્થામાં મગ્ન થવાનો લહાવો છે. આ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

  • આ 3 રાશિઓ છે ભોળાનાથને ખૂબ જ પ્રિય 
  • ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનામાં ગંગાના જળથી શિવલિંગનો અભિષેક કરવો
  • શ્રાવણ મહિનામાં શિવ ચાલીસા અને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો

lord shiva favourite Rashi: તમામ દેવતાઓમાં ભગવાન શિવને ભક્તોની સૌથી નજીક માનવામાં આવે છે. માન્યતા છે કે, જો કોઈ ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી શિવલિંગ પર માત્ર જળ ચઢાવે છે તો ભોળાનાથ તેના પર પ્રસન્ન થઈ જાય છે.

બીજી તરફ, કેટલીક રાશિઓ એટલી ભાગ્યશાળી હોય છે કે તેમને હંમેશા મહાદેવના આશીર્વાદ મળે છે. ભગવાન શિવ હંમેશા તેની રક્ષા કરે છે અને મુશ્કેલીઓથી બચાવે છે. તો આવો જાણીએ કઈ 3 રાશિઓ છે જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.

આજના દિવસે ભૂલથી પણ ન કરતાં આ નાની ભૂલ, પ્રસન્ન થવાની જગ્યાએ ક્રોધિત થઈ જશે  ભોલેનાથ | Lord Shiva may get angry on Monday due to this one mistake, know  the way

1. મેષ રાશિઃ
મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જ્યારે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે તો ભગવાન શિવ સ્વયં તેનો ઉકેલ લાવે છે. આ રાશિઓથી મહાદેવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવ જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે અને પ્રગતિનો માર્ગ ખોલે છે. તમને ભવિષ્યમાં પણ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનામાં ગંગાના જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઇએ. મંદિરમાં જઈને ભોળાનાથના દર્શન કરવા અને જળ ચઢાવવાથી લાભ થશે.

2. મકર રાશિઃ 
મકર રાશિના વતનીઓ પણ ભોળાનાથની પ્રિય રાશિ છે. આ રાશિના સ્વામી શનિદેવ છે અને તેમણે પણ ભગવાન શિવની પૂજા કરીને  પ્રસન્ન કર્યા હતા. શિવજી આ રાશિના લોકો પર કૃપા વરસાવે છે મકર રાશિના લોકોને શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળ અને શમીના પાન ચઢાવવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન શિવ ચાલીસા અને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો.

આ વખતે 8 રાશિના જાતકો માટે શુભ રહેશે મહાશિવરાત્રિ, વર્ષો પછી બની રહ્યા છે  દુર્લભ સંયોગો | Mahashivratri 2023 date puja muhurat and auspicious sanyog lord  shiva puja lucky for these ...

3. કુંભ રાશિઃ
કુંભ રાશિ એ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છે. આ રાશિનો સ્વામી શનિ છે. કુંભ રાશિના લોકો સાચા મનથી થોડો પ્રયત્ન કરે છે અને ભગવાન શિવ તેનાથી પ્રસન્ન થઇને તેમને આગળનો રસ્તો બતાવે છે. મહાદેવ આ રાશિના જાતકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનું વિશેષ ધ્યાન રાખે છે. ભોળાનાથની કૃપા બનાવી રાખવા માટે તમારે રૂદ્રાભિષેક કરવો જોઈએ. તમે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. શિવષ્ટકનો પાઠ કરવો પણ તમારા માટે ફાયદાકારક રહેશે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ